શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ એક્ટ્રેસે પ્રિયંકા અને નિક જોનાસની ઉંમર પર કર્યો કટાક્ષ, જાણો વિગતે
વર્ષ 2018માં જ્યારે કૉફી વિથ કરણ શૉમાં પ્રિયંકા અને કરીના એક સાથે પહોંચ્યા હતા ત્યારે પણ બન્ને વચ્ચે તકરાર થઇ હતી. બન્ને એકબીજા પર કટાક્ષ કરી રહ્યાં હતા
મુંબઇઃ બૉલીવુડમાં અભિનેત્રીઓ વચ્ચે કચકચાટ હંમેશા જોવા મળતો રહે છે. કરીના અને પ્રિયંકા ચોપડા વચ્ચે ઘણા લાંબા સમયથી બધુ બરાબર નથી ચાલી રહ્યું તેનુ એક તાજુ ઉદાહરણ સામે આવ્યુ છે. કેમકે કરીના કપૂર ખાને ફરી એકવાર પ્રિયંકાની ઉપર નિક જોનાસની ઉંમરને લઇને કટાક્ષ કર્યો છે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે કરિના કપૂરને પુછવામાં આવ્યુ કે બૉલીવુડમાં 50 વર્ષનો હીરો 20 વર્ષની અભિનેત્રી સાથે રૉમાન્સ કરી શકે છે, પણ 50 વર્ષની હીરોઇન મોટા પડદા પર આ કામ નથી કરી શકતી, કેમકે તેને મોકો નથી મળતો, આવી જોડીને વિચિત્ર કહેવામાં આવે છે. બસ, આ સવાલના જવાબમાં કરીના કપૂરે પ્રિયંકાની મજાક ઉડાવી અને કહ્યું પ્રિયંકા અને નિકની ઉંમર જ જોઇલો ને.
કરીના આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, તમે જ જુઓ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ બન્ને અલગ અલગ જનરેશનના છે, છતાં બન્ને વચ્ચે પ્રેમ છે. આ બધુ થતુ રહે એમા નવાઇ જેવી કોઇ વાત નથી. આના પરથી સમજી શકાય કે કરિના અને પ્રિયંકા વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી તકરાર હજુ પણ બંધ નથી થઇ.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં જ્યારે કૉફી વિથ કરણ શૉમાં પ્રિયંકા અને કરીના એક સાથે પહોંચ્યા હતા ત્યારે પણ બન્ને વચ્ચે તકરાર થઇ હતી. બન્ને એકબીજા પર કટાક્ષ કરી રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement