![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhool Bhulaiyaa 2 Box Office Collection : 100 કરોડની ક્લબમાં સામેલ થઇ ભૂલ ભૂલૈયા-2, કાર્તિક આર્યને ખુશીમાં કર્યું આ કામ
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, રાજપાલ યાદવ અને સંજય મિશ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે
![Bhool Bhulaiyaa 2 Box Office Collection : 100 કરોડની ક્લબમાં સામેલ થઇ ભૂલ ભૂલૈયા-2, કાર્તિક આર્યને ખુશીમાં કર્યું આ કામ Kartik Aaryan eats at a roadside joint as Bhool Bhulaiyaa 2 inches closer to Rs 100-crore mark Bhool Bhulaiyaa 2 Box Office Collection : 100 કરોડની ક્લબમાં સામેલ થઇ ભૂલ ભૂલૈયા-2, કાર્તિક આર્યને ખુશીમાં કર્યું આ કામ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/d60444c5b125d5a4eee907e872c3de59_7.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bhool Bhulaiyaa 2 Box Office Collection : ‘ભૂલ ભુલૈયા 2 ' એક્ટર કાર્તિક આર્યન હાલમાં સેલિબ્રેશનના મૂડમાં છે. હાલના દિવસોમાં કાર્તિક આર્યન અલગ-અલગ શહેરોમાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. તાજેતરમાં પુણેમાં પ્રમોશન સમાપ્ત કર્યા પછી અભિનેતા કોલકાતા જવા રવાના થયો. તે દરમિયાન તેણે રસ્તાની બાજુના સ્ટોલ પર ભાત અને પાપડ ખાધા હતા.
2AM in the night
— Bhool Bhulaiyaa 2/ KA (@JogiraK) May 28, 2022
Our heartthrob is enjoying dhaba food on a highway while returning from Pune... Hamse keh diya hota, ham highway par tiffin lekar aa gaye hote aapke liye 😄 @TheAaryanKartik #KartikAaryan pic.twitter.com/i6cT51brkW
કાર્તિક આર્યનનો રોડ પર ભાત અને પાપડ ખાતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કારની બાજુમાં ખાવાની મજા લેતો જોવા મળે છે. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિએ જ્યારે સમય જોયો ત્યારે રાતના 2 વાગ્યા હતા. જ્યારે વ્યક્તિએ તેને પૂછ્યું કે તે શું ખાય છે, તો કાર્તિકે જવાબ આપ્યો, આ પાપડ અને ભાત છે.
આ પાછળનું કારણ જણાવતા કાર્તિક આર્યને કહ્યું હતું કે મારી ખુશી પાછળની વાત ફિલ્મની કમાણી 100 કરોડ રૂપિયા થઇ ગઇ છે. અહીં બધા એક સરખો ખોરાક ખાય છે. હું શું કરી શકું છુ? ફિલ્મે 100 કરોડની કમાણી કરી છે અને હું અહીં પાપડ ખાઉં છું. તે રસ્તાના કિનારે ભોજન કેમ ખાય છે તેવા પ્રશ્નના જવાબમાં અભિનેતાએ કહ્યું, મને ખાવાનું મળ્યું નથી, તેઓ રેસ્ટોરન્ટ ખોલી રહ્યા નથી. કાર્તિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેના ફેન્સ કાર્તિકનાવખાણ કરતા થાકતા નથી. લોકો અભિનેતાને ડાઉન ટુ અર્થ ગણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, રાજપાલ યાદવ અને સંજય મિશ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2007ની લોકપ્રિય ફિલ્મ 'ભૂલ ભૂલૈયા'ની સિક્વલ છે. અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે તેની રિલીઝના આઠમા દિવસ સુધી 98.57 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)