ભૂલ ભુલૈયા 2ની સફળતા બાદ કાર્તિક આર્યને પોતાની ફી બમણી કરી દીધી, હવે એક ફિલ્મના આટલા કરોડ વસુલશે
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
Kartik Aaryan Fees: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કાર્તિકની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' બોક્સ ઓફિસ પર દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મની કમાણીનો આંકડો 100 કરોડને પાર પહોંચી ગયો છે. 'ભૂલ ભુલૈયા 2'એ પણ કાર્તિકની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
'ભૂલ ભુલૈયા 2' બોક્સ ઓફિસ પર સતત શાનદાર કમાણી કરી રહી છે. જો આ જ ગતિ ચાલુ રહી તો એ દિવસ દૂર નથી જ્યારે ફિલ્મ નવો રેકોર્ડ બનાવશે. કાર્તિક આર્યન 'ભૂલ ભુલૈયા 2' માટે ઘણી હેડલાઈન્સ બનાવી ચૂક્યો છે. ફિલ્મમાં તેના શાનદાર અભિનયના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં બ્લોકબસ્ટર તરફ આગળ વધી રહી છે. આ ફિલ્મની સફળતાથી કાર્તિકની સ્ટારડમમાં પણ વધારો થયો છે.
View this post on Instagram
બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યને હવે તેની ફી વધારી દીધી છે. અત્યાર સુધી કાર્તિક આર્યન તેની એક ફિલ્મ માટે 15 થી 20 કરોડ રૂપિયા લેતો હતો. પરંતુ 'ભૂલ ભુલૈયા 2'ની જબરદસ્ત સફળતા બાદ હવે અભિનેતાએ પોતાની ફી વધારી દીધી છે. અહેવાલ છે કે હવે કાર્તિક એક ફિલ્મ માટે 35 થી 40 કરોડ રૂપિયા ચાર્જ કરશે.
કાર્તિકે આ સમાચારને નકારી કાઢ્યાઃ
જો કે, આ સમાચાર સામે આવ્યા પછી, અભિનેતા કાર્તિક આર્યને સોમવારે ટ્વિટ કરીને આ મામલે પોતાની વાત મુકી હતી. કાર્તિક આર્યને ફી વધારાના અહેવાલને અફવા ગણાવી છે. તેણે લખ્યું છે કે, જીવનમાં પ્રમોશન આવ્યું છે. ઇન્ક્રીમેન્ટ થયું નથી. આ સમાચાર ખોટા છે.