KBC 15: લાઈફલાઈનથી લઈને અમિતાભ બચ્ચનનો લુક બદલાશે, જાણો આ વખતે KBC 15મા શું હશે ખાસ
Kaun Banega Crorepati 15 Season: અમિતાભ બચ્ચન 14 ઓગસ્ટે કૌન બનેગા કરોડપતિ 15 મા પુનરાગમન કરવા માટે તૈયાર છે. આ વખતે સિઝનમાં ઘણું બધું અલગ છે અને ઘણા નવા ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
![KBC 15: લાઈફલાઈનથી લઈને અમિતાભ બચ્ચનનો લુક બદલાશે, જાણો આ વખતે KBC 15મા શું હશે ખાસ kaun-banega-crorepati-15-amitabh-bachchans-style-will-change-kbc-15 KBC 15: લાઈફલાઈનથી લઈને અમિતાભ બચ્ચનનો લુક બદલાશે, જાણો આ વખતે KBC 15મા શું હશે ખાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/9aa50d76fbe463a5ce2792423f6aa71e1690858785865209_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kaun Banega Crorepati 15 Season: અમિતાભ બચ્ચન 14 ઓગસ્ટે કૌન બનેગા કરોડપતિ 15 મા પુનરાગમન કરવા માટે તૈયાર છે. આ વખતે સિઝનમાં ઘણું બધું અલગ છે અને ઘણા નવા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. આમાં તેના લુકથી લઈને સેટની નવી ડિઝાઈન અને ઘણું બધું સામેલ છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા રિયાલિટી શો કેબીસીના સીઝન 15નું પ્રિમિયર 14 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ વખતે ફેન્સને શોમાં કંઈક નવું જોવા મળશે.
આ સિઝનમાં સ્પર્ધકોને નવી લાઈફલાઈન મળશે
કેબીસીના નિર્માતાઓએ સેટને ચાહકો માટે વધુ આકર્ષક બનાવવા માટે તેને નવો લુક આપવાનું નક્કી કર્યું. ચાહકોને આ વખતે સેટમાં ફેરફાર જોવા મળશે જે 'X'ના રૂપમાં છે. KBCનો સેટ તમને સાવ નવો લાગશે. રસપ્રદ વાત એ છે કે, આ વખતે શોમાં એક નવી લાઈફલાઈન હશે, જો કે તે જુનીને રિપ્લેસ કરશે કે નવી ઉમેરવામાં આવશે તે જોવાનું રહેશે. બિગ બી દ્વારા કહેવામાં આવતું 'ડુગડુગી જી' નામનું ટાઈમર પણ બદલવામાં આવશે.
View this post on Instagram
બોલિવૂડ મેગાસ્ટારે પ્રોમોમાં #NewBeginnings ની જાહેરાત કરી અને કહ્યું, "5GB સ્પીડમાં અપગ્રેડ કરવાના નવા અભિગમ સાથે, આ નવા યુગમાં તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે... પોસ્ટમાં લખ્યું છે, "જ્ઞાનદાર, ધનદાર અને શાનદાર રીતે કૌન બનેગા કરોડપતિ આવી રહ્યો છે. તમને મળવા એક નવા રુપરંગમાં.
બિગ બી પણ આ વખતે અલગ અંદાજમાં જોવા મળશે
આ સિઝનના લૂકમાં આવેલા બદલાવ અંગે અમિતાભ બચ્ચનની સ્ટાઈલિશ પ્રિયા પાટીલે કહ્યું કે “કૌન બનેગા કરોડપતિની 15મી સીઝન માટે, મારા બોર્ડમાં લુકને 'નવા' અને 'ફ્રેશ' રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રિયા પાટીલે કહ્યું કે ક્લાસિક લુક જાળવી રાખીને અમે એક ડગલું આગળ વધીને તેમાં નવા એલિમેટ્સ ઉમેર્યા છે. તેણે વધુમાં કહ્યું કે અમે અમિતાભ સરને એક અલગ લુક આપવા માટે ક્લાસિક જોધપુરી પર એક શાલ પણ સામેલ કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)