Vadodara News: શિનોર તાલુકામાં કોન્ટ્રાક્ટરનું પાપ, નર્મદા નદીના પટમાં ગેરકાયદે રસ્તો બનાવવાનો આરોપ
Vadodara News: શિનોર તાલુકામાં કોન્ટ્રાક્ટરનું પાપ, નર્મદા નદીના પટમાં ગેરકાયદે રસ્તો બનાવવાનો આરોપ
નર્મદા જિલ્લાના શિનોર તાલુકામાં નર્મદા નદીના પટમાં ગેરકાયદે રેતી ચોરીનો આરોપ લાગ્યો. માંગલ્ય ધામ માલસર તથા માંડવા ગામના નર્મદા નદીના પટ વિસ્તારમાં રેતી લીઝ મંજૂરી આપવામાં આવી છે, લીઝ ધરાવતા ઈજારેદાર નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા હોવાનો આરોપ છે, ગ્રામ પંચાયત કે, સત્તાધિશોની પરવાનગી નથી લેવામાં આવી. એટલુ જ નહીં નદીના પટમાં ગેરકાયદે રસ્તો બનાવવામાં આવ્યો હોવાથી ગ્રામજનોમાં આક્રોશ છે. ગેરકાયદે રસ્તાના કારણે નર્મદા નદીના પરંપરાગત ઘાટો નષ્ટ થવાનો ખતરો છે, સાથે જ ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચવાનો અંદાજ છે..સમગ્ર ઘટનાને લઈને પર્યાવરણ પ્રેમીઓએ સત્તાધિશોને અપીલ કરી કે , તેઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગેરકાયદે નિર્માણની કામગીરી અટકાવે.
















