Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના બની સુરતમાં.. સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતીએ દેહવિક્રયના ધંધામાં ધકેલી દીધાનો આરોપ. રાણી તળાવમાં રહેતા મોહમ્મદ સાજીદ નાલબંદ તેની પત્ની સબીના સાજીદ, કાદીર સદિકા અને સાહિલ અન્સારી નામના ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. રાંદેરમાં રહેતી સગીરા લગ્ન ન કરવા માગતી હોવાથી ઘર છોડીને રાણી તળાવ પહોંચી હતી. જ્યાં આરોપી મોહમ્મદ સાજીદ અને તેની પત્ની સબીનાએ સગીરાને પોતાની દીકરી બનાવી ઘરમાં આશરો આપ્યો હતો. જો કે બાદમાં સબીના અને તેના પતિએ નશાકારક પદાર્થ પીવડાવીને પૈસા કમાવવાની લાલચમાં અન્ય આરોપી કાદીરને સોંપી દીધી હતી. કાદીરે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો. બાદમાં માતા પિતાએ અન્ય આરોપી સાહિલને સોંપી દીધી હતી. જેને પણ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આમ 12થી 15 દિવસમાં આોપીઓએ અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈને સગીરાને દેહવિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી. સગીરાએ એનજીઓ મારફતે પોલીસનો સંપર્ક કર્યો.. લાલગેટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીને ઝડપી પાડ્યા..





















