Kiara Advani સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સંબંધને લઈને આખરે કિયારાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું
Kiara and Siddharth love story: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો છે. બંનેએ ગયા વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું.
Kiara and Siddharth love story: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો છે. બંનેએ ગયા વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું. જો કે, શેરશાહનું શૂટિંગ થયું ત્યારથી, બી-ટાઉનમાં બન્નેની ડેટિંગની અફવાઓએ જોર પકડ્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે કિયારા અડવાણીની હાજરીએ ડેટિંગના અહેવાલોને વેગ આપ્યો હતો. તાજેતરમાં, એવા અહેવાલો આવ્યા હતા કે બન્ને વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે.
જ્યારે આ અંગે કિયારાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મીડિયાને આવા મીર્ચ-મસાલાવાળા સમાચાર ક્યાંથી મળે છે. 'ભૂલ ભુલૈયા 2' ની અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તે અફવાઓ પર ક્યારે પ્રતિક્રિયા આપશે. તેથી, એક મીડિયા પોર્ટલ સાથેની તાજેતરની વાતચીતમાં, કિયારા અડવાણીને તેના સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના ડેટિંગ અને બ્રેકઅપની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું, જે શેરશાહના ફિલ્માંકન પછીથી ચર્ચામાં છે.
કિયારાએ કહ્યું કે તેની પાસે આ વિશે કહેવા માટે કંઈ નથી. કિયારાએ કહ્યું કે, જ્યારે તે કંઈ બોલતી નથી ત્યારે પણ તેના અંગત જીવન વિશેના અહેવાલો આવે છે. કિયારા વિચારે છે કે શું તે તેના ડેટિંગ જીવન વિશે ખુલ્લેઆમ ખુલાસો કરશે અને પછી તેના કેવા સમાચાર બનશે.
અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે પણ મને આ વિશે બોલવાનું યોગ્ય લાગશે ત્યારે હું આ મુદ્દા પર ચોક્કસ બોલીશ. અત્યારે હું મારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ ખુશ છું. થોડા દિવસો પહેલા, અભિનેત્રીએ સિદ્ધાર્થ સાથેના તેના બ્રેકઅપના સમાચાર પર ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તે સમજે છે કે તે ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે, તેની પ્રોફેશનલ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફ પણ લાઈમલાઈટમાં આવે છે. કિયારા અડવાણીએ કહ્યું કે તેના વિશે લખવામાં આવતી તમામ ગપસપ તરફ આંખ આડા કાન કરવા જોઈએ. તેમણે કહ્યું કે જેટલા વધુ લોકો આના પર પ્રતિક્રિયા આપે છે, તેટલો વધુ પ્રચાર થાય છે અને તેનો કોઈ અંત નથી આવતો.