શોધખોળ કરો

Kuttey Box Office Collection: બૉક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ ફિલ્મ ‘Kuttey’, ચોથા દિવસની કમાણીમાં થયો ઘટાડો

વિશાલ ભારદ્વાજના પુત્ર આસમાન ભારદ્વાજ દ્વારા નિર્દેશિત પ્રથમ ફિલ્મ ' Kuttey ' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Kuttey Box office: વિશાલ ભારદ્વાજના પુત્ર આસમાન ભારદ્વાજ દ્વારા નિર્દેશિત પ્રથમ ફિલ્મ ' Kuttey ' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મ શરૂઆતના દિવસથી જ પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી હતી, પરિણામે મલ્ટિસ્ટારર ફિલ્મ તેના પ્રથમ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર કંઈ અદભૂત કમાલ કરી શકી ન હતી. અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ' Kuttey ' એ રિલીઝના ચોથા દિવસે કેટલી કમાણી કરી છે.

ચોથા દિવસે ' Kuttey 'એ કેટલી કમાણી કરી

' Kuttey 'ની કમાણી પહેલા દિવસથી જ ઓછી રહી છે. Sacnilkના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે માત્ર 1.7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજી તરફ રિલીઝના બીજા દિવસે ' Kuttey ' માત્ર 1.25 કરોડ રૂપિયાનું જ કલેક્શન કરી શકી અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણી ઘટી અને પહેલા રવિવારે ફિલ્મે 1.1 કરોડનો બિઝનેસ કર્યો.

Sacnilkના રિપોર્ટ અનુસાર, સોમવારે એટલે કે રિલીઝના ચોથા દિવસે અર્લી ટ્રેડ્સ અનુસાર, ' Kuttey 'ની કમાણીમાં જબરદસ્ત ઘટાડો થયો હતો અને ફિલ્મ માત્ર 0.64 કરોડનું જ કલેક્શન કરી શકી હતી. આ સાથે ફિલ્મ અત્યાર સુધી માત્ર 4.06 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે. એટલે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ છે.

Kuttey 50 કરોડના બજેટમાં બની છે

Kuttey એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. અર્જુન કપૂર, તબ્બુ, નસીરુદ્દીન શાહ, કોંકણા સેનશર્મા, રાધિકા મદન, શાર્દુલ ભારદ્વાજ અને કુમુદ મિશ્રાએ તેમાં અભિનય કર્યો છે. આ ફિલ્મ 50 કરોડના બજેટમાં બની છે.

pathaan: શાહરૂખ ખાનની પઠાણને લઇને દિલ્હી હાઇકોર્ટનો આદેશ, OTT રીલિઝ અગાઉ કરવા પડશે નવા ફેરફાર

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ને લઈને દિલ્હી હાઈકોર્ટે નવો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે પઠાણ માટે નિર્માતા યશ રાજ ફિલ્મ્સને ફિલ્મની OTT રિલીઝ માટે ઘણા નવા ફેરફારો કરવા પડશે. કોર્ટે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.

પઠાણમાં આ ફેરફારો થશે

દિલ્હી હાઈકોર્ટે ફિલ્મના નિર્માતાને નિર્દેશ આપ્યો છે કે તેઓ 'પઠાણ'ની ઓટીટી રિલીઝ માટે હિન્દી ભાષાની દેવનાગરી લિપિમાં ઓડિયો વર્ણન, ક્લોઝ કૅપ્શન અને સબ-ટાઈટલ તૈયાર કરે જેથી કરીને દૃષ્ટિહીન લોકો ફિલ્મને માણી શકે. આ કર્યા પછી કોર્ટે નિર્માતાઓને ફરીથી પ્રમાણપત્ર માટે CBFC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને ફિલ્મ સબમિટ કરવા પણ કહ્યું છે.

ટોપ સ્ટોરી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
Vastu Tips: બીજાની આ ત્રણ ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા સાવધાન!
Vastu Tips: બીજાની આ ત્રણ ચીજવસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા સાવધાન!
Embed widget