શોધખોળ કરો

કિશોર કુમાર સાથે બીજા લગ્ન વખતે આ એક્ટ્રેસ હતી સાત મહિના પ્રેગ્નેન્ટ, 26 વર્ષની ઉંમરે પહેલા પતિનું થયું હતું અવસાન

Leena Chandavarkar: લીના ચંદાવરકરનું અંગત જીવન ખૂબ જ દુઃખદ હતું. અભિનેત્રી 26 વર્ષની ઉંમરે વિધવા બની હતી. આ પછી તેણે કિશોર કુમાર સાથે લગ્ન કર્યા. પરંતુ 36 વર્ષની ઉંમરે તે ફરીથી વિધવા બની ગઈ.

Leena Chandavarkar Tragic Story: 70ના દાયકાની સૌથી સુંદર અને ટોચની અભિનેત્રીઓમાંની એક લીના ચંદાવરકર હંમેશા અભિનેત્રી બનવા માંગતી હતી. કર્ણાટકના ધારવાડમાં કોંકણી મરાઠી પરિવારમાં જન્મેલી લીના આ સપનું સાકાર કરવા માયાનગરી મુંબઈ આવી હતી. તેણે 1968માં ફિલ્મ 'મન કા મીત'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી અને લીના રાતોરાત સ્ટાર બની ગઈ.

લીના ચંદાવરકર 26 વર્ષની વયે બની હતી વિધવા

જ્યારે લીના તેની કારકિર્દીની ટોચ પર હતી, ત્યારે તેણે ઉદ્યોગપતિ સિદ્ધાર્થ બાંદોડકર સાથે સગાઈ કરી હતી. સિદ્ધાર્થ ગોવાના પ્રથમ મુખ્યમંત્રી દયાનંદ બાંદોડકરના પુત્ર હતા. 1975માં લીના અને સિદ્ધાર્થના પણજીમાં ભવ્ય લગ્ન થયા હતા. જો કે લગ્નના 11 દિવસ પછી લીનાના પતિ સિદ્ધાર્થે તેની રિવોલ્વર સાફ કરતી વખતે અકસ્માતે પોતાને ગોળી મારી દીધી. 11 મહિનાની સારવાર બાદ 1976માં સિદ્ધાર્થનું અવસાન થયું અને લીના 26 વર્ષની ઉંમરે વિધવા બની ગઈ.

લીના અને કિશોર કુમાર પ્રેમમાં પડ્યા

સિદ્ધાર્થના મૃત્યુ પછી લીના ચંદાવરકર ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આ પછી તેના માતા-પિતા તેને તેના વતન ધારવાડમાં લઈ આવ્યા. લોકો તેને માંગલિક કહેતા હતા અને વિધવા હોવાના કારણે તેનું અપમાન થતું હતું. થોડા સમય પછી લીના પોતાની અધૂરી ફિલ્મો પૂરી કરવા માટે મુંબઈ પાછી આવી. 1976માં લીનાએ કિશોર કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પ્યાર અજનબી હૈ' સાઈન કરી હતી. આ દરમિયાન લીના અને કિશોર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જો કે જ્યારે કિશોર કુમારે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે તેણે ના પાડી દીધી.

લીનાએ કિશોરના લગ્નના પ્રસ્તાવને ફગાવી દીધો

આ વિશે વાત કરતાં કિશોર કુમારની પહેલી પત્ની રુમા ગુહા ઠાકુર્તાના પુત્ર અમિત કુમારે કહ્યું હતું કે, "લીના ચંદાવરકર સાથે બાબા (પિતા) ને આખરે ખુશી મળી... બાબાએ તેને પોતાની ફિલ્મમાં રોલ ઓફર કર્યો. જ્યારે તેણીએ તેના પતિને ગુમાવી દીધો હતો અને બે અધૂરી ફિલ્મો પૂરી કરવા મુંબઈઆવી ગઈ હતી. તેણે આ ફિલ્મ સ્વીકારી લીધી હતી અને તે ડિપ્રેશનમાંથી પણ બહાર આવી હતી. તેણીએ તેના (લગ્ન) પ્રસ્તાવને ફગાવી દીધો હતો."

કિશોરે લીનાના પિતાને મનાવવા માટે ગીત ગાયું

ઘણી આજીજી પછી લીના કિશોર કુમાર સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ. જોકે તેના પિતા આ લગ્નની વિરુદ્ધ હતા કારણ કે કિશોરના ત્રણ વખત લગ્ન થયા હતા. કિશોર કુમાર લીનાના પ્રેમમાં હતા અને તેઓ તેની સાથે લગ્ન કરવા મક્કમ હતા. આ માટે તેઓ ધારવાડ સ્થિત તેમના ઘરે ગયા અને ત્યાં જઈને “નફરત કરને વાલોં કે દેખે મેં પ્યાર ભર દો” ગીત ગાયું. આ ગીતે લીનાના પિતાનું દિલ પીગળી દીધું.

કિશોર સાથેના લગ્ન દરમિયાન લીના ગર્ભવતી હતી

કહેવાય છે કે કિશોર કુમારે 1980માં લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે લીનાએ કિશોર સાથે સાત ફેરા લીધા ત્યારે તે ગર્ભવતી હતી. હા, લીના અને કિશોરના બે લગ્ન હતા, એક રજિસ્ટર્ડ મેરેજ અને બીજું હિંદુ રીતિ-રિવાજ મુજબ. 1977માં સિનેપ્લોટ સાથેના થ્રોબેક ઇન્ટરવ્યુમાં લીનાએ ખુલાસો કર્યો હતો કે તેણી તેના હિન્દુ લગ્ન દરમિયાન સાત મહિનાની ગર્ભવતી હતી.

કિશોર કુમારનું 1987માં અવસાન થયું હતું

જણાવી દઈએ કે કિશોર કુમારનું નિધન 1987માં થયું હતું. કિશોર કુમારના મૃત્યુના દિવસને યાદ કરતાં લીનાએ ખુલાસો કર્યો કે તેને લાગ્યું કે તે તેને મૂર્ખ બનાવી રહ્યા છે. લીનાએ કહ્યું હતું કે, “13 ઓક્ટોબરની સવારે (1987માં કિશોર કુમારનું અવસાન થયું તે દિવસે) તે નિસ્તેજ દેખાઈ રહ્યા હતા અને જાણે ગાઢ નિંદ્રામાં હતા. હું તેની નજીક ગઇ કે તરત જ તે જાગી ગયા અને પૂછ્યું, 'તમે ડરી ગયા છો? લંચ દરમિયાન તેણે મને કહ્યું કે અમે સાંજે રિવર ઓફ નો રિટર્ન ફિલ્મ જોઈશું.

લીના 36 વર્ષની ઉંમરે ફરી વિધવા બની

થોડી વાર પછી મેં તેને બાજુના રૂમમાં ફર્નિચર ખસેડતા સાંભળ્યા. જ્યારે હું શું થઈ રહ્યું છે તે જોવા ગઇ, ત્યારે મને તે પલંગ પર પડેલા જોવા મળ્યા. ગભરાઈને તેણે કહ્યું, 'હું નબળાઈ અનુભવું છું.' હું દોડીને ડોક્ટરને બોલાવવા ગઇ તો તેણે ગુસ્સે થઈને કહ્યું, 'તમે ડોક્ટરને બોલાવશો તો હાર્ટ એટેક આવી જશે' આ તેની છેલ્લી લાઈન હતી. તેની આંખો ખુલ્લી હતી અને તે શ્વાસ બહાર કાઢી રહ્યા હતા. મને લાગતું હતું કે તે હંમેશની જેમ મૂર્ખ બનાવી રહ્યા છે પરંતુ તે જ અંત હતો." આ સાથે 36 વર્ષની ઉંમરે, લીના ફરી એકવાર વિધવા બની ગઈ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget