(Source: ECI/ABP News/ABP Majha)
Sonam Kapoor New Year Photos: સોનમ કપૂરએ બધાની સામે પતિ Anand Ahuja ને Liplock કરી આ અંદાજમાં નવા વર્ષની શરુઆત કરી
નવા વર્ષ 2022ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ભલે કોરોનાના કારણે નવા વર્ષની ઉજવણી ફિક્કી પડી ગઈ હોય, પરંતુ તેમ છતાં લોકો પોતપોતાની રીતે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
Sonam Kapoor Instagram Latest Photos: નવા વર્ષ 2022ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ભલે કોરોનાના કારણે નવા વર્ષની ઉજવણી ફિક્કી પડી ગઈ હોય, પરંતુ તેમ છતાં લોકો પોતપોતાની રીતે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. સેલિબ્રિટી ક્યાં ક્યાં પાછળ રહેવાના તેઓ પણ નવા વર્ષની શરૂઆત ખાસ રીતે કરી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડની ફેશન આઈકોન સોનમ કપૂરે(Sonam Kapoor) પતિ આનંદ આહુજા સાથે લિપલોક કરીને નવા વર્ષની શરૂઆત કરી છે.
સોનમ કપૂરે (Sonam Kapoor)વર્ષ 2022માં તેની પહેલી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં સોનમે પતિ આનંદ આહુજા સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બોલિવૂડના આ બંને કપલ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. જ્યારે પ્રથમ તસવીરમાં સોનમ કપૂર છે. પતિ આનંદને કિસ કરતા જોવા મળે છે, બીજા ફોટામાં સોનમ કપૂર અને આનંદ આહુજા લિપલોક કરતા જોવા મળે છે.આ સાથે સોનમે નવા વર્ષની ઉજવણીના ઘણા ફોટા પણ શેર કર્યા છે.
આ તસવીરો શેર કરતાં સોનમ કપૂરે એક ખૂબ જ સુંદર પોસ્ટ પણ લખી છે. સોનમે લખ્યું છે- મારા પ્રેમને નવા વર્ષની શુભેચ્છા. તમે તે વ્યક્તિ છો જેની સાથે હું દર વર્ષે નવું વર્ષ ઉજવવા માંગુ છું. 2022 માં તમને બધાના સારા સ્વાસ્થ્ય અને સુખની શુભેચ્છા. સોનમ કપૂરે તેના પતિ સાથે નવા વર્ષની શરૂઆત કરી છે. સોનમ અને આનંદની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે થોડા સમય પહેલા જ શેર કરવામાં આવેલી આ તસવીરો પર લાખો વ્યૂઝ અને લાઈક્સ આવી ચૂક્યા છે. ફોટો જોઈને સોનમના ફેન્સ પણ તેને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો-------
India Corona Cases: નવા વર્ષે જ કોરોનાએ લીધો ભરડો, 22 હજારથી વધુ કેસ અને 406 લોકોના મોતથી ફફડાટ
ભારતના આ રાજ્યમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 8067 નવા કેસ નોંધાયા
India vs South Africa: સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ માટે આ ગુજરાતી બોલરને વાઇસ કેપ્ટન બનાવાયો