(Source: ECI/ABP News/ABP Majha)
Vaishno Devi Bhawan Updates: માતા વૈષ્ણોદેવી ભવનમાં નવા વર્ષ પર નાસભાગ, બે મહિલાઓ સહિત 12 શ્રદ્ધાળુઓનાં મોત
ગઈકાલે નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા કટરા આવ્યા હતા.
Stampede at Mata Vaishno Devi Bhawan: જમ્મુ અને કાશ્મીરમાં નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગ મચી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 12 થી 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે ઘાયલોની કુલ સંખ્યા અંગે માહિતી મળી શકી નથી.
ટોળામાં મારામારી બાદ નાસભાગ મચી ગઈ હતી
ગઈકાલે નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા કટરા આવ્યા હતા. આ દરમિયાન ભીડમાં ઝપાઝપી બાદ ભાગદોડ મચી ગઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હતા. કટરા હોસ્પિટલના બીઆરઓ ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું કે અત્યાર સુધી અમને 12 લોકોના મોતની માહિતી મળી છે. સત્તાવાર આંકડા હજુ જાહેર કરવામાં આવ્યા નથી.
#UPDATE | Katra: 6 dead in the stampede at Mata Vaishno Devi Bhawan, exact number not there yet. Their post mortem will be done. Injured being taken to Naraina hospital, total number of injured not confirmed either: Dr Gopal Dutt, Block Medical Officer, Community Health Centre https://t.co/LaOpUdyuCG pic.twitter.com/xtKVnrYGHY
— ANI (@ANI) January 1, 2022
ઘાયલોની નારાયણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું છે કે ઘાયલોની કુલ સંખ્યા વિશે સ્થિતિ સ્પષ્ટ નથી. મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તે જ સમયે, ઘાયલોની સારવાર નારાયણ હોસ્પિટલમાં ચાલી રહી છે. રાત્રે 2.30 વાગ્યાની આસપાસ ઝપાઝપી શરૂ થઈ હતી.
An ex-gratia of Rs 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to the stampede at Mata Vaishno Devi Bhawan in Katra, J&K. The injured would be given Rs. 50,000: PM Modi
— ANI (@ANI) January 1, 2022
(file pic) pic.twitter.com/LMePwZ95N6