શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
BMCની કાર્યવાહીમાં કંગનાને કેટલા રૂપિયાનું નુકસાન થયુ? વકીલ રિઝવાને આપી જાણકારી
નોંધનીય છે કે બીએમસીએ બુધવારે કંગનાની મુંબઇ સ્થિત મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસમાં કથિત રીતે ગેરકાયદેસર નિર્માણને તોડી પાડ્યું હતું.
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના વકીલ રિઝવાન સિદ્દિકીએ દાવો કર્યો હતો કે બીએમસી દ્ધારા કંગનાની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડમાં લગભગ બે કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નોંધનીય છે કે બીએમસીએ બુધવારે કંગનાની મુંબઇ સ્થિત મણિકર્ણિકા ફિલ્મ્સની ઓફિસમાં કથિત રીતે ગેરકાયદેસર નિર્માણને તોડી પાડ્યું હતું.
જોકે, રિઝવાન સિદ્દીકીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે જે પ્રોપર્ટી પર કાર્યવાહી કરવામાં આવી તે કોઇ ઓફિસ નથી. રિઝવાને કહ્યું કે, હું તમને જણાવી દઉં કે આ કોઇ ઓફિસ નથી. આ કંગનાનો બંગલો છે. આ ફક્ત મણિકર્ણિકા ફિલ્મનું કમ્યુનિકેશન એડ્રેસ છે.
સિદ્દિકીએ કહ્યું કે, એક્ટર પ્રોફેશનલ્સ હોય છે તે કોમર્શિયલ નથી હોતા. એક્ટર, વકીલ, સીએ, આર્કિટેક્ટ પ્રોફેશનલ્સ હોય છે. પ્રોફેશનલ્સને કાયદાકીય રીતે અધિકાર હોય છે કે તે પોતાની પ્રોપર્ટીનો વન થર્ડ પ્રોફેશનલ એક્ટિવિટી માટે ઉપયોગ કરી શકે છે. નોંધનીય છે કે રનૌતની મુંબઇ સ્થિત મણિકર્ણિકા ફિલ્મ્સ ઓફિસમાં કથિત રીતે ગેરકાયદેસર નિર્માણને બીએમસીએ બુધવારે તોડી પાડ્યું હતું. બાદમાં હાઇકોર્ટે બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી હતી. જોકે, બીએમસીએ આ અગાઉ કાર્યવાહી પુરી કરી લીધી હતી.
આ મામલે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટે સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી હતી. કોર્ટે કંગનાની ઓફિસને લઇને યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion