Sonu Sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર,લાખો રુપિયાની છેતરપીંડીનો છે કેસ
Sonu Sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણ, ગુરુવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું.

Sonu Sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણ, ગુરુવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું. હકીકતમાં, સૂદને લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
Ludhiana Court issues arrest warrant against actor Sonu Sood in fraud case
— ANI Digital (@ani_digital) February 6, 2025
Read @ANI Story | https://t.co/gQelvPN6wm#SonuSood #arrestwarrant #Rijikacoin pic.twitter.com/KGcxaXUBMu
અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ
એડવોકેટ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે શુક્લાએ તેમને નકલી રિજિકા સિક્કાઓમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. આ કેસમાં અભિનેતા સોનુ સૂદને જુબાની આપવાની હતી. તાજેતરમાં, ફિલ્મ ફતેહ બનાવનાર અભિનેતા સૂદને વારંવાર સમન્સ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તેમના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું, જેના કારણે કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. લુધિયાણા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે વોરંટ જારી કર્યું છે. આ વોરંટ મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલા ઓશિવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે, જેમાં તેમને અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો- કંગના રનૌતે શરૂ કર્યો નવો બિઝનેસ, હિમાચલની ઘાટીઓમાં ખોલ્યું કેફે હાઉસ, વીડિયો શેર કરી આપી જાણકારી
મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સોનુ સૂદને સમન્સ અથવા વોરંટ યોગ્ય રીતે બજાવવામાં આવ્યું છે પરંતુ તે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ ગયો છે (સમન્સ અથવા વોરંટની બજાવણી ટાળવા માટે ફરાર થઈ ગયો છે અને ભાગી ગયો છે). તમને સોનુ સૂદની ધરપકડ કરવાનો અને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવે છે.
આદેશમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તમને આ વોરંટ 10-02-2025 ના રોજ અથવા તે પહેલાં પરત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે, જેમાં તે પ્રમાણિત કરવામાં આવે છે કે આ કઈ તારીખે અને કઈ રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે, અથવા તે શા માટે અમલમાં મૂકવામાં આવ્યું નથી. કેસની આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
