શોધખોળ કરો
Maharashtra Assembly Election 2024: અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને મોહન ભાગવત સહિતના દિગ્ગજોએ કર્યું મતદાન
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓની સાથે બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ફોટોઃ ANI
1/8

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓની સાથે બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને બારામતી વિધાનસભા મતવિસ્તારના એનસીપી ઉમેદવાર અજિત પવારે બારામતીમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો.
2/8

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું હતું.
3/8

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, તેની પત્ની અને પુત્રીએ મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો
4/8

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો.
5/8

અભિનેતા રાજકુમાર રાવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે પોતાનો મત આપ્યો અને કહ્યું, મતદાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિ, કૃપા કરીને બહાર નીકળો અને મતદાન કરો. આ મતદાનનો દિવસ છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
6/8

NCP-SCP સાંસદ સુપ્રિયા સુલે તેમના પરિવાર સાથે બારામતીના એક મતદાન કેન્દ્ર પર પહોંચી અને પોતાનો મત આપ્યો હતો
7/8

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર શૈના એનસીએ પોતાનો મત આપ્યો હતો.
8/8

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર ફડણવીસ, તેમની પત્ની અમૃતા ફડણવીસ અને માતા સરિતા ફડણવીસે નાગપુરના મતદાન મથક પર મતદાન કર્યું.
Published at : 20 Nov 2024 02:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
