શોધખોળ કરો
મલયાલમી ફિલ્મ 'જલ્લીકટ્ટૂ' 93માં ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી નૉમિનેટ, આ ફિલ્મોને પછાડી
ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી મલયાલમી ફિલ્મ 'જલ્લીકટ્ટૂ'નો નૉમિનેટ કરવામાં આવી છે. ભારત તરફથી ઓસ્કારમાં જવા માટે 'જલ્લીકટ્ટૂ' ઉપરાંત કેટલીય ફિલ્મો રેસમાં હતી

નવી દિલ્હીઃ 93માં ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી મલયાલમી ફિલ્મ 'જલ્લીકટ્ટૂ'નો નૉમિનેટ કરવામાં આવી છે. ભારત તરફથી ઓસ્કારમાં જવા માટે 'જલ્લીકટ્ટૂ' ઉપરાંત કેટલીય ફિલ્મો રેસમાં હતી. આમાં હિન્દી ફિલ્મ શકુંતલા દેવી, શિકારા, ગુંજન સક્સેના, ભોંસલે, ગુલાબો સિતાબો, સીરિયસ મેન, બુલબુલ, કામયાબ, ધ પિન્ક સ્કાઇ પણ સામેલ હતી. આ ઉપરાંત મરાઠી ફિલ્મ બિટરસ્વીટ અને ડિસાઇપલ પણ રેસમાં હતી. આ પહેલા મધર ઇન્ડિયા, સલામ બૉમ્બે અને લગાનને વિદેશી ભાષા ફિલ્મ કેટેગરીમાં નૉમિનેશન મળ્યુ હતુ. આ તમામ ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી.
વધુ વાંચો





















