Manoj Bajpayee Father Death: અભિનેતા મનોજ વાજપેયીના પિતાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતાં અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી
Manoj Bajpayee Father Death: બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતાં અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
બોલિવૂડ અભિનેતા મનોજ વાજપેયીના પિતાનું નિધન થઇ ગયું છે. તેઓ ખૂબ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં એડમિટ હતા અને તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. તેમને એક સપ્તાહ પહેલા જ હોસ્પિટલથી ડિસચાર્જ કરાયા હતા. તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી મનોજ વાજપેયીના પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
મનોજ વાજપેયીને જ્યારે તેમના પિતાની તબિયતની જાણ થતાં તે દિલ્લી રવાના થયા હતા. તેઓ તેમના અપકમિંગ પ્રોજેક્ટ માટે કેરળમાં શૂટ કરી રહ્યાં હતા. પિતાની તબિયત ખરાબ થતાં તેઓ તાબડતોબ દિલ્લી પહોંચ્યાં હતા.
મનોજ બાજપેયીના પિતાનું નામ રાધાકાંત વાજપેયી છે. તેઓ એક ખેડૂત હતા. પુત્રની સફળતા અને સ્ટારડમથી પિતાને જરા પણ ફરક ન હતો પડ્યો. તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. તેઓ બિહારમાં જ તેમના જુના ઘરમાં રહેતા હતા.
મનોજ વાજપેયી છેલ્લે તેમની સ્પાર્ઇ થ્રિલર વેબ સીરિઝ ધ ફેમિલી મેનની બીજી સિઝન ધ ફેમિલિ મેન 2માં જોવા મળ્યાં હતા. આ સિઝનમાં પણ પહેલીની જેમ તેમની ખૂબ જ પ્રસંશા થઇ હતી. તેનું નિર્દેશન ફેમસ ડાયરેક્ટર જોડી રાજ અને ડીકેએ કર્યું હતું. પિતાના નિધનના સમાચાર મળતા તે કેરળથી ઝડપથી દિલ્લી પહોંચ્યા હતા.