શોધખોળ કરો
Advertisement
એક ફિલ્મ હીટ જતાં જ આ એક્ટરે વધારી દીધી પોતાની ફી, હવે કેટલો વસૂલશે ચાર્જ, જાણો વિગતે
ખરેખર, બેન્ડ બાજા બારાત બાદ મિર્ઝાપુર સિઝન 1માં અલી ફૈઝલની અદાકારીથી લઇને ડાયલૉગ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યાં છે. વળી, મિર્ઝાપુરની સિઝન 2માં પણ તેના કામને ખુબ વખાણવામાં આવ્યુ છે
મુંબઇઃ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી મિર્ઝાપુરની સિઝન 1 અને 2માં શાનદાર અને ધમાકેદાર પ્રદર્શન કરનારા અલી ફૈઝલે દર્શકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. અલી ફૈઝલ મિર્ઝાપુરથી એકદમ જબરદસ્ત નામ કમાયા બાદ હવે તે પોતાની ફીમાં ધરખમ વધારો કરી દીધો છે.
ખરેખર, બેન્ડ બાજા બારાત બાદ મિર્ઝાપુર સિઝન 1માં અલી ફૈઝલની અદાકારીથી લઇને ડાયલૉગ દર્શકોને ખુબ પસંદ આવી રહ્યાં છે. વળી, મિર્ઝાપુરની સિઝન 2માં પણ તેના કામને ખુબ વખાણવામાં આવ્યુ છે.
રિપોર્ટ્સ પ્રમાણે અલીના પાસે આજકાલ ખુબ મોટા પ્રૉજેક્ટ્સ છે. કહેવાઇ રહ્યું છે કે અલીએ 30 ટકા ફી વધારી દીધી છે. પ્રૉડ્યૂસરને અલીના પ્રૉપ્યૂલારિટીની સારી ખબર છે, એટલા માટે તેને આ વાત પર ખાસ ધ્યાન આપતા અલી સાથે કામ કરવાનો ફેંસલો લઇ લીધો છે. રિપોર્ટ્સે એ વાતની પુષ્ટી કરી છે કે અલી ફૈઝલએ મિર્ઝાપુરની સિઝન 2ની સફળતા બાદ પોતાની ફી 30 થી 40 ટકાનો વધારો કરી દીધો છે.
વળી, અલીની મંગેતર રિચા ચઢ્ઢાએ કહ્યું કે તે અલીની સાથે શિફ્ટ થવા જઇ રહી છે. ખરેખરમાં અલી અને રિચા વર્ષ 2020માં લગ્ન કરવાના હતા પરંતુ કોરોનાના કારણે તે સંભવ ન હતુ થઇ શક્યુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement