Mithun chakraborty: મિથુન ચક્રવર્તી પર તૂટ્યો દુઃખોનો પહાડ, અભિનેતાના પરિવારના સભ્યનું નિધન
Mithun Chakraborty Mother Passes Away: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના નાના પુત્ર નમાશી ચક્રવર્તીએ આ વાતની પુષ્ટિ કરી છે.
Mithun Chakraborty Mother Passes Away: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની માતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના નાના પુત્ર નમાશી ચક્રવર્તીએ આ વાતની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાના માતા લાંબા સમયથી બીમાર હતા અને તેણે શુક્રવારે દુનિયાને અલવિદા કહી દીધું. તમને જણાવી દઈએ કે શાંતિરાણી મિથુન સાથે તેના મુંબઈના ઘરમાં જ રહેતા હતા.
મિથુન ચક્રવર્તીની માતાનું નિધન
માતાને ગુમાવ્યા બાદ મિથુન ચક્રવર્તી સંપૂર્ણપણે ભાંગી ગયા હતા. દુ:ખની આ ઘડીમાં માત્ર બોલિવૂડ સેલેબ્સ જ નહીં પરંતુ ઘણા રાજનેતાઓએ પણ તેની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા કોવિડ દરમિયાન અભિનેતાના પિતા બસંત કુમાર ચક્રવર્તીનું 95 વર્ષની વયે અવસાન થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, કિડની ફેલ થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું અને હવે અભિનેતાના માથા પરથી માતાનો છાયો પણ ઊઠી ગયો છે.
Mithun Chakraborty's mother, Shanti Rani Chakraborty passes away in Mumbai
— ANI Digital (@ani_digital) July 7, 2023
Read @ANI Story | https://t.co/At8tJUjA3r#mithunchakraborty #ShantiRaniChakraborty pic.twitter.com/3vQFaXXJzt
મિથુન એક્ટર બનતા પહેલા કોલકાતામાં રહેતો હતો
તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં પગ મૂકતા પહેલા મિથુન ચક્રવર્તી કોલકાતાના જોરાબાગાન વિસ્તારમાં પોતાના માતા-પિતા અને 4 ભાઈ-બહેન સાથે રહેતા હતા. પછી જ્યારે તેને ઈન્ડસ્ટ્રીમાં બ્રેક મળ્યો અને અભિનેતાએ પોતાની ઓળખ બનાવી તો તે પોતાના માતા-પિતાને પણ મુંબઈ લઈ આવ્યો.
મિથુને 1976માં આવેલી ફિલ્મ મૃગયાથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેને પૉપ્યૂલારિટી મળી ફિલ્મ ડિસ્કો ડાન્સરથી. આ ફિલ્મનુ ગીત 'આઇ એમ એ ડિસ્કો ડાન્સર' આજે પણ લોકોના હોઠો પર છે. ભારતમાં આ પહેલી ફિલ્મ હતી જેને 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી.
રાજકારણમાં નસીબ ચમકાવ્યું
મિથુનની વાત કરીએ તો બોલિવૂડમાં પોતાના અભિનયના પરાક્રમ બતાવ્યા બાદ હવે અભિનેતા રાજકારણમાં પોતાનું નસીબ ચમકાવી રહ્યો છે. મિથુન વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં ભાજપમાં જોડાયા હતા. મિથુન ચક્રવર્તીએ પોતાના લાંબા કરિયરમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 'મૃગયા', 'ડિસ્કો ડાન્સર', 'હમ પાંચ', 'સુરક્ષા', 'સાહસ', 'વારદાત', 'બોક્સર', 'પ્યારી બહના', 'પ્રેમ પ્રતિજ્ઞા', 'મુજરિમ' અને 'અગ્નિપથ' જેવી મૂવીઝનો સમાવેશ થાય છે. હિન્દી ઉપરાંત, અભિનેતાએ બંગાળી, ભોજપુરી સહિત ઘણી ભાષાઓમાં કામ કર્યું છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial