Nawazuddin Siddiqui: પત્નીની ફરિયાદ પર કોર્ટે નવાઝુદ્દીનને મોકલી નોટિસ, આલિયાએ લગાવ્યા ગંભીર આરોપ
Nawazuddin Siddiqui: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પત્ની આલિયાને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. પત્નીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હોવાને લીધે મુંબઈની એક કોર્ટે નવાઝુદ્દીનને નોટિસ આપી છે.
Nawazuddin Siddiqui Harassment Case: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આ દિવસોમાં પત્ની આલિયાને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. પત્નીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હોવાને લીધે મુંબઈની એક કોર્ટે નવાઝુદ્દીનને નોટિસ આપી છે. આ પહેલા આલિયાએ નવાઝ અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.
કોર્ટે નવાઝુદ્દીન સિદ્દીકીને મોકલી નોટિસ
બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની મુશ્કેલીઓ વધવાની છે. અભિનેતાની પત્ની આલિયાએ તેના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આલિયાએ નવાઝુદ્દીન અને તેની માતા પર ઘરેલું શોષણનો આરોપ લગાવ્યો હતો. નવાઝુદ્દીન અને તેની પત્ની વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. હવે કોર્ટે આ મામલે નવાઝુદ્દીન સિદ્દીકીને નોટિસ પાઠવી છે. આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું હતું કે નવાઝુદ્દીન અને તેના પરિવારે મારી ક્લાયન્ટને ઘરમાંથી બહાર કાઢવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન પરિવારે આલિયા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. ઘણા દિવસોથી તેમને ખાવાનું આપવામાં આવ્યું ન હતું. આટલું જ નહીં નવાઝુદ્દીન બાળકોના ભણતરનો ખર્ચ પણ ઉઠાવી રહ્યો નથી. આલિયાએ નવાઝુદ્દીન સામે કેસ દાખલ કર્યો છે. આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પોલીસ મારા અસીલની મદદ કરી રહી નથી.
શું છે સમગ્ર વિવાદ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આલિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીની માતા વચ્ચે પ્રોપર્ટીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા નવાઝુદ્દીનની માતાએ આલિયા વિરુદ્ધ આઈપીસીની કલમ 452, 323, 504 અને 506 હેઠળ કેસ નોંધાવ્યો હતો. આલિયાના વકીલનો દાવો છે કે અભિનેતાની માતા આલિયાને નવાઝુદ્દીનની પત્ની તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે. તે કહે છે કે તમારા બંનેના બે વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા છે. જો એવું છે તો નવાઝુદ્દીને તમામ દસ્તાવેજોમાં આલિયાનું નામ તેની પત્નીના નામે શા માટે લખ્યું છે. એટલું જ નહીં અભિનેતાની માતા નવાઝુદ્દીનના નાના પુત્રને ગેરકાયદેસર ગણાવી રહી છે. તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીનની પત્ની આ દિવસોમાં અભિનેતાના ઘરે રહે છે. તે શૂટમાંથી નવાઝુદ્દીન આવવાની રાહ જોઈ રહી છે જેથી તે જવાબ માંગી શકે. નવાઝુદ્દીનની પત્નીનું સાચું નામ અંજના કિશોર પાંડે હતું. લગ્ન બાદ તેણે પોતાનું નામ બદલીને આલિયા ઝૈનબ રાખ્યું છે.