સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્યએ ખરીદી Porsche 911 GT3 RS, કિંમત જાણી ચોંકી જશો
સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્યએ પોતાના કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી અને સ્પોર્ટ્સ કારનો ઉમેરો કર્યો છે. નાગા ચૈતન્યએ પોર્શે 911 GT3 RSને પોતાના કાર કલેક્શનમાં સામેલ કરી છે.
Naga Chaitanya Bought Porsche 911 GT3 RS: સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્યએ પોતાના કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી અને સ્પોર્ટ્સ કારનો ઉમેરો કર્યો છે. નાગા ચૈતન્યએ પોર્શે 911 GT3 RSને પોતાના કાર કલેક્શનમાં સામેલ કરી છે અને આ કારની કિંમત 3.5 કરોડ રૂપિયા છે. પોર્શ સેન્ટર ચેન્નાઈના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ માહિતી મળી છે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલએ એક ઓફિશિયલ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે, પોસ્ટમાં નાગા ચૈતન્ય કારની ડિલિવરી લેતા જોઈ શકાય છે. અહીં જાણો આ કારમાં કઈ કઈ ખાસિયતો છે અને શા માટે તેની કિંમત 3.5 કરોડ રૂપિયા છે?
View this post on Instagram
Porsche 911 GT3 RSમાં શું ખાસ છે ?
આ કારમાં 4 લિટર ફ્લેટ સિક્સ એન્જિન છે, જે 518 BHPનો મહત્તમ પાવર અને 465 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 7 સ્પીડ ઓટોમેટિક ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન છે. આ કાર માત્ર 3.2 સેકન્ડમાં 0-100 કિમીની ઝડપ પકડી લે છે. આ કારની ટોપ સ્પીડ 296 કિમી છે.
ફીચર્સની વાત કરીએ તો આ કાર બે દરવાજાવાળી સ્પોર્ટ્સ કાર છે. આ કારનું એન્જિન પાછળના ભાગમાં આપવામાં આવ્યું છે. કારની એક્સ-શોરૂમ કિંમત 3.5 કરોડ રૂપિયા છે. આ કારમાં પ્રથમ વખત ડ્રેગ રિડક્શન સિસ્ટમ આપવામાં આવી છે. કારમાં 10.9 ઇંચની ટચસ્ક્રીન છે. આ સાથે ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને શાનદાર સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે.
કાર કલેક્શન વિશે વાત કરીએ તો નાગા ચૈતન્ય પાસે ₹3.88 કરોડની Ferrari 488GTB, ₹2.28 કરોડની મર્સિડીઝ બેન્ઝ G-Class G 63 AMG, ₹2.12 કરોડની કિંમતની Nissan GT-R, ₹1.5 કરોડની કિંમતની BMW 740 Li અને 1.18 કરોડ સ્લિક બ્લેક રેંજ રોવર ડિફેન્ર 110 પણ સામેલ છે.
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર અભિનેતા નાગા ચૈતન્યએ પોતાના કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી કારનો ઉમેરો કર્યો છે.
કાર ડીલરશીપ પોર્શ સેન્ટર ચેન્નાઈએ આ કાર સાથે અભિનેતાના ઘણા ફોટા શેર કર્યા છે. તસવીર શેર કરતી વખતે, તેમણે કેપ્શનમાં લખ્યું - 'અમે શ્રી નાગા ચૈતન્યનું પોર્શ પરિવારમાં સ્વાગત કરીએ છીએ. અમે તેમને પોર્શ 911 GT3 RS ડિલિવર કરી ખૂબ જ ખુશ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમને ઘણા યાદગાર અનુભવો મળે.