Nora Fatehi : નોરા ફતેહીનો નિયોન કલરના ગાઉનમાં કાતિલ અંદાજ વાયરલ, જુઓ વીડિયો
સુંદરતાના મામલે બોલીવૂડની ટોપ એક્ટ્રેસને પણ નોરા ફતેહી મ્હાત આપે છે. નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. નોરા હંમેશા ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે.
Nora fatehi: સુંદરતાના મામલે બોલીવૂડની ટોપ એક્ટ્રેસને પણ નોરા ફતેહી મ્હાત આપે છે. નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. નોરા હંમેશા ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે. નોરા ફતેહીના ચાહકો પણ એક્ટ્રેસના દરેક લૂકને પસંદ કરતા હોય છે. ફરી એક વાર તે બોલ્ડ અંદાજમાં જોવા મળી છે. આ વખતે નોરા નિયોન કલરના ગાઉનમાં જોવા મળી હતી. નોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે.
નિયોન ગાઉનમાં ખૂબ જ હોટ લાગી એક્ટ્રેસ નોરા ફતેહી
બોલીવૂડ અભિનેત્રી નોરા ફતેહી લાંબા સમય પછી સેટ પર જોવા મળી હતી અને આ વખતે પણ તેણે ચાહકોને નિરાશ કર્યા નથી. તેની સ્ટાઈલથી બધા વાકેફ છે. નોરા દરેક વખતે ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે. ચાહકો પણ નોરાના દરેક લૂકને લાઈક કરે છે. નોરા નિયોન કલરના ગાઉનમાં ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. ઑફ-શોલ્ડર ગાઉન પહેરી નોરા બોલ્ડ અને હોટ પોઝ આપતી જોવા મળે છે.
View this post on Instagram
નોરા ફતેહીના એરપોર્ટ લૂકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. એક્ટ્રેસ શુક્રવારે સવારે એરપોર્ટ પર જોવા મળી હતી. નોરાએ તાજેતરમાં જ દુબઈમાં તેનો જન્મદિવસ ઉજવ્યો હતો જે પછી તે પરત આવી હતી જ્યાં તે એરપોર્ટ પર ક્રોપ ટોપ સાથે બોડી હગિંગ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. આ સિવાય તે પોતાની મોંઘી બ્રાન્ડેડ બેગને લઈને પણ ચર્ચામાં છે.
View this post on Instagram
નોરા ફતેહી બોલીવૂડની ખૂબ જ શાનદાર ડાન્સર છે. ચાહકો નોરા ફતેહીના ડાન્સને ખૂબ જ પસંદ કરે છે. નોરા બિગબોસ ઘરમાં જોવા મળી હતી. બિગબોસમાં જોવા મળ્યા બાદ નોરાને લોકો ઓળખવા લાગ્યા હતા. નોરાના ડાન્સ વીડિયો જોરદાર વાયરલ થાય છે. નોરાએ દિલબર દિલબર ગીત પણ શાનદાર ડાન્સ કરી બધાને ચોંકાવી દિધા છે. ત્યારથી ચાહકો નોરા ફતેહીને દિલબર ગર્લ તરીકે ઓળખે છે.