(Source: ECI/ABP News/ABP Majha)
શ્રાવણ માસમાં OMG 2નું નવું ગીત રિલીઝ, હર હર મહાદેવના તાલે અક્ષય કુમારે કર્યું શિવ તાંડવ
OMG 2 New Song Out: અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2નું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. ગીતમાં અક્ષય કુમાર શિવ તાંડવ કરતો જોવા મળી રહ્યો છે.
OMG 2 New Song Out: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આગામી ફિલ્મ ઓહ માય ગોડ 2 ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગીતો પણ સતત રિલીઝ થઈ રહ્યા છે. ફિલ્મનું એક ગીત હર હર મહાદેવ ગુરુવારે રિલીઝ થયું હતું. આ ગીત તમને શ્રાવણ મહિનામાં શિવની ભક્તિમાં લીન કરી દેશે. ગીતમાં અક્ષય કુમાર શિવ તાંડવ કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ગીતની ચર્ચા થઈ રહી છે.
View this post on Instagram
અક્ષય કુમાર શિવ ભક્તિમાં લીન
આ ગીતનું સંગીત વિક્રમ મોન્ટ્રોઝે આપ્યું છે. આ ગીત વિક્રમે જ ગાયું છે. શેખર અસ્તિત્વએ તેના ગીતો લખ્યા છે. આ ગીતમાં અક્ષય કુમાર શિવ તાંડવ કરવામાં મગ્ન દેખાઈ રહ્યો છે. આ સાથે અન્ય તમામ સ્ટાર્સ શિવની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. બધાએ પરંપરાગત પોશાક પહેર્યો હતો.
View this post on Instagram
અક્ષયની ફિલ્મ વિવાદોમાં ફસાઈ
અક્ષયનું આ ટ્રેલર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલું છે. યુઝર્સે ફિલ્મના કેટલાક સીન અંગે વાંધો ઉઠાવ્યો હતો. સેન્સર બોર્ડની રિવાઇઝિંગ કમિટીએ પણ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને 20 કટ કરવાનું સૂચન કર્યું છે. આ સાથે ફિલ્મને 'A' એટલે કે એડલ્ટ સર્ટિફિકેટ આપવાનું પણ કહેવામાં આવ્યું છે. જોકે, CBFC દ્વારા સૂચવવામાં આવેલ 'A' પ્રમાણપત્ર ફિલ્મના નિર્માતાઓને સ્વીકાર્ય નથી.
જણાવી દઈએ કે અક્ષય કુમાર આ ફિલ્મમાં ભગવાન શિવ બન્યા છે. સાથે જ પંકજ ત્રિપાઠી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મમાં યામી ગોતમ પણ જોવા મળશે. આ ફિલ્મમાં યામી વકીલની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મનું નિર્દેશન અમિત રાયે કર્યું છે. આ ફિલ્મ 2012માં આવેલી ઓહ માય ગોડની સિક્વલ છે. ઓહ માય ગોડમાં પરેશ રાવલ મહત્વના રોલમાં હતા.