OMG 2 Trailer: ‘OMG 2’ ધમાકેદાર ટ્રેલર રીલિઝ, શિવ દૂત બન્યો Akshay Kumar, દીકરાને ન્યાય અપાવવા નીકળ્યા પંકજ ત્રિપાઠી
અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઓહ માય ગોડ 2'નું ટ્રેલર આખરે આજે રિલીઝ થઈ ગયું છે
OMG 2 Trailer Release: ફિલ્મ 'OMG' સુપર-ડુપર હિટ રહી હતી. ત્યારથી ચાહકો આ ફિલ્મની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમામ મુશ્કેલીઓ પછી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઓહ માય ગોડ 2'નું ટ્રેલર આખરે આજે રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની જોડીએ 'ઓએમજી 2'ના ટ્રેલર સાથે ધમાલ મચાવી દીધી છે.
OMG 2 નું ટ્રેલર તમને ગમશે
ફિલ્મમાં અક્ષય કુમારના શિવ અવતારે લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મમાં ભક્ત બનેલા પંકજ ત્રિપાઠી શરણ મુદગલના રોલમાં છે. શરણ મુદગલની ભગવાનમાં શ્રદ્ધા જોઈને લોકો 'હર હર મહાદેવ'ના નારા લગાવી રહ્યા છે. આ ફિલ્મમાં યામી ગૌતમે વકીલની ભૂમિકા ભજવી છે. ટ્રેલર જોઈને સમજાય છે કે આ વખતે ફિલ્મમાં દેશની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
'OMG 2'નું ટ્રેલર ખૂબ જ દમદાર છે
ટ્રેલરની શરૂઆતમાં ભગવાન શીવની છબી દેખાય છે અને અવાજ સંભળાય છે કે નંદી મારા ભક્ત મુશ્કેલીમાં મુકાઈ જવાના છે, કોઈ શિવગણને સાથે લઈ જાવ જે તેની રક્ષા કરી શકે. આ પછી ટ્રેલરમાં કોર્ટરૂમ સીન આવે છે જ્યાં કાંતિ શરણ મુદગલનું નામ કહેવામાં આવે છે. આ પછી જજ પૂછે છે કે આરોપી અને ફરિયાદી કોણ છે. આ પછી પંકજ ત્રિપાઠી હાથ ઊંચો કરે છે. ટ્રેલરમાં પંકજ એટલે કે કાંતિ શરણ મુદગલ ભગવાનની આસ્થામાં તલ્લીન અને પોતાની દુનિયામાં વ્યસ્ત જોવા મળે છે. તેમનો પરિવાર અને ભગવાન શિવની પૂજા તેમના જીવનમાં સર્વોપરી છે. જો કે, આ દરમિયાન તેમના પુત્ર સાથે કંઈક એવું બને છે કે તે દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોર્ટમાં પહોંચે છે.
આ મુશ્કેલ સમયમાં શિવગણ તરીકે અક્ષય કુમાર તેમની દરેક મુશ્કેલીમાં મદદ કરતા જોવા મળે છે. એકંદરે ફિલ્મનું ટ્રેલર જબરદસ્ત છે. લાંબા વાળ સાથે શિવ ગણના રૂપમાં અક્ષય કુમાર તેના કપાળ પર રાખ અને ચહેરા પર સ્મિત સાથે પણ ખૂબ જ શક્તિશાળી દેખાઈ રહ્યો છે. યામી ગૌતમ પણ વકીલના રોલમાં શાનદાર લાગી રહી છે. ફિલ્મના વન લાઇનર્સ પણ ખૂબ શક્તિશાળી છે. સનાતન ધર્મને લગતા આવા ઘણા ઉપદેશ ભરેલા સંવાદો છે, જેના પર થિયેટરોમાં તાળીઓ પડવાની પૂરી આશા છે.
આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે
અક્ષય કુમારની આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર સની દેઓલની 'ગદર 2' સાથે થશે. રસપ્રદ વાત એ છે કે, બંને સિક્વલ ફિલ્મો છે અને તેના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી ઉપરાંત યામી ગૌતમ, અરુણ ગોવિલ ગોવિંદ નામદેવ જેવા સ્ટાર્સ જોવા મળશે.