Kalki 2898 AD on OTT: ઓટીટી પર જલદી એન્ટ્રી કરશે કલ્કી 2898 એડી, જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકશો ફિલ્મ
Kalki 2898 AD on OTT: કલ્કિ 2898 એડી ટિકિટ વિન્ડો પર સારું પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન ફિલ્મને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે
Kalki 2898 AD on OTT: કલ્કિ 2898 એડી ટિકિટ વિન્ડો પર સારું પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન ફિલ્મને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ ટૂંક સમયમાં OTTને એન્ટ્રી મારશે. ફિલ્મ 'કલ્કી 2898 એડી'એ પોતાની કમાણીથી દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી છે. રિલીઝ થયા બાદ આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. હિન્દી અને તેલુગુ સહિત છ ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.
ઓટીટી પર રિલીઝ થશે કલ્કી 2898 એડી
આ દરમિયાન ફિલ્મની OTT રિલીઝને લઈને એક મોટી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો એમેઝૉન પ્રાઇમ વીડિયો પર અંગ્રેજી સબટાઈટલ સાથે તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ વર્ઝનમાં 'કલ્કી 2898 એડી' જોઈ શકશે. વળી, દર્શકો નેટફ્લિક્સ પર ફિલ્મના હિન્દી એડિશનનો આનંદ માણી શકશે.
ક્યારથી જોઇ શકાશે ફિલ્મ ?
જો રિપોર્ટ્સનું માનીએ તો શરૂઆતની યોજના તેને જુલાઈના અંત સુધીમાં OTT પર રિલીઝ કરવાની હતી, પરંતુ ફિલ્મના પ્રદર્શનને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. અહેવાલો અનુસાર, બૉક્સ ઓફિસ પર ફિલ્મના સારા પ્રદર્શનને કારણે નિર્માતાઓએ આ નિર્ણય લીધો છે.
આ સ્ટાર્સે નિભાવી મુખ્ય ભૂમિકાઓ
'કલ્કી 2898 એડી અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક છે. આશા છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે 1000 કરોડનો આંકડો પાર કરી જશે. વૈજયંતિ મૂવીઝના બેનર હેઠળ બનેલી, 'કલ્કી 2898 એડી'માં અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને પ્રભાસ જેવા દિગ્ગજ કલાકારો છે. આ ફિલ્મમાં દિશા પટણી, સાસ્વત ચેટર્જી અને શોભના પણ છે. તે જ સમયે, દુલકર સલમાન, મૃણાલ ઠાકુર અને વિજય દેવરાકોંડાએ તેમાં વિશેષ ભૂમિકા ભજવી છે.