![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pankaj Tripathi : અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતાનુ નિધન, 99 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારીનું નિધન થયું છે. પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજના રહેવાસી છે. તેમના પિતા બનારસી તિવારીએ ગોપાલગંજના બેલસંદમાં અંતિમ શ્વાસ લીધા હતા.
![Pankaj Tripathi : અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતાનુ નિધન, 99 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ Pankaj tripathi father banarasi tiwari passed away Pankaj Tripathi : અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતાનુ નિધન, 99 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/893e1fab4600c3bb211683576140b189169263697110778_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: સિનેમાના પડદા પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ 'ઓહ માય ગોડ 2' નું સૌથી મહત્વપૂર્ણ પાત્ર ભજવનાર બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીને સોમવારે મોટો આંચકો લાગ્યો હતો. પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારીનું નિધન થયું છે. પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજના રહેવાસી છે. તેમના પિતા બનારસી તિવારીએ ગોપાલગંજના બેલસંદમાં અંતિમ શ્વાસ લીધા હતા. પંકજે તેના પિતાની સરનેમને બદલીને તેના નામ સાથે ત્રિપાઠી લગાવે છે.
પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારી 99 વર્ષના હતા
પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારી 99 વર્ષના હતા. તેઓ સરકારી શિક્ષક હતા અને આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ તેમના પત્ની સાથે ગોપાલગંજમાં રહેતા હતા. પંકજ ત્રિપાઠી ગોપાલગંજ સ્થિત તેમના ગામ પહોંચ્યા છે અને મંગળવારે ગામમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પંકજ ત્રિપાઠીના પિતા બનારસ તિવારીનું તેમના મૂળ ગામ બાલસંદમાં નિધન થયું હતું. ગ્રામજનોનું કહેવું છે કે પંકજ ત્રિપાઠીના પિતા બનારસી વય સંબંધિત બિમારીઓથી પીડિત હતા. પંકજ ત્રિપાઠી અને તેમના પરિવારના સભ્યોએ બનારસ ત્રિપાઠીના મૃત્યુ અંગે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે "ભારે હૃદય સાથે જણાવી રહ્યા છીએ કે પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસી તિવારી હવે નથી રહ્યા.
પિતા ઈચ્છતા હતા કે પંકજ ડોક્ટર બને
પંકજ ત્રિપાઠી તેના પિતાની ખૂબ નજીક હતા. 'OMG 2' એક્ટર પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતા ઈચ્છતા ન હતા કે તે અભિનયને તેની કારકિર્દી બનાવે. તેના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. પંડિત બનારસ તિવારીને મુંબઈનું ઝડપી જીવન પસંદ નહોતું.
मेरे मित्र और सह कलाकार @TripathiiPankaj के पिताजी के देहांत के समाचार से बहुत दुःख हुआ। माँ बाप की कमी कोई पूरी नहीं कर सकता। प्रभु उनके पिताजी की आत्मा को अपने चरणों में जगह दें।ॐ शांति 🙏
— Akshay Kumar (@akshaykumar) August 21, 2023
અક્ષય કુમારે ટ્વીટ કર્યું, “મારા મિત્ર અને કો-સ્ટાર પંકજ ત્રિપાઠીના પિતાના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. માતા-પિતાની ગેરહાજરી કોઈ ભરી શકતું નથી. ભગવાન તેમના પિતાના આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ.'
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)