'હેરાફેરી 3'માં પરેશ રાવલની વાપસી, પ્રોડ્યુસરે આ બે લોકોનો માન્યો આભાર
આ પ્રસંગે ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ પણ નિવેદન બહાર પાડ્યું છે.

રવિવાર ફિલ્મ 'હેરા ફેરી' ના ચાહકો માટે સારા સમાચાર લઇને આવ્યો છે. 'હેરા ફેરી 3' માંથી બહાર રહેલા પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હવે ફિલ્મમાં પાછા આવી રહ્યા છે. તેમની અને અક્ષય કુમાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ પણ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે એ લોકોના નામ જણાવ્યા જેના કારણે બંને કલાકારો વચ્ચે સમાધાન શક્ય બન્યું છે.
ફિરોઝ નડિયાદવાલાએ આભાર માન્યો
'હેરા ફેરી 3' ના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ પિંકવિલા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'મારા ભાઈ સાજિદ નડિયાદવાલા અને મિસ્ટર અહમદ ખાનના પ્રેમ, આદર અને માર્ગદર્શનને કારણે હેરા ફેરી પરિવાર હવે ફરી એક સાથે આવી ગયો છે. સાજિદે ઘણા દિવસો સુધી ઘણો સમય અને પ્રયત્ન કર્યો જેથી બધું સારું થઈ શકે. અમારો સંબંધ 50 વર્ષથી વધુ જૂનો છે.'
'અહમદ ખાને પણ વ્યક્તિગત રીતે ખૂબ મહેનત કરી. સાજિદ અને અહમદના પ્રેમ અને માર્ગદર્શનને કારણે હવે ટીમમાં બધું સકારાત્મક છે. આ સાથે અક્ષય કુમારે પણ ખૂબ જ સહયોગ આપ્યો છે. આ સમગ્ર વિવાદના ઉકેલ સમયે તેઓ ખૂબ જ દયા અને આદર સાથે હાજર રહ્યા હતા. પ્રિયદર્શન, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીએ પણ ખૂબ જ સહયોગ આપ્યો હતો. હવે અમે એક સારી ફિલ્મ બનાવવાની રાહ જોઈ રહ્યા છીએ.'
'હેરા ફેરી 3'નું શૂટિંગ ક્યારે શરૂ થશે?
ફિરોઝ નડિયાદવાલાએ 'હેરા ફેરી 3'ના શૂટિંગ અંગે પણ અપડેટ આપ્યું. તેમણે કહ્યું હતું કે , 'આ ફિલ્મ હેરા ફેરી ફેમિલી ફ્રેન્ચાઇઝીમાંથી બીજી એક મહાન મનોરંજક ફિલ્મ હશે. અમે બધા તેને વધુ સારી બનાવવા માટે ખૂબ જ મહેનત કરીશું. હવે અમારો પરિવાર એક સાથે આવી ગયો છે.' 'હેરા ફેરી 3'નું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મનું નિર્માણ પણ ફિરોઝ નડિયાદવાલા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેની રિલીઝ 2025ના ક્રિસમસ પર થવાનું કહેવાય છે.
ફિલ્મનું 50 ટકાથી વધુ શૂટિંગ થઈ ગયું હતું, તેનો અડધો ભાગ બાકી હતો. પરંતુ કોઈ કારણોસર ફિલ્મ અધવચ્ચે જ અટકી ગઈ હતી. ફિલ્મના દિગ્દર્શક અહમદ ખાને જણાવ્યું હતું કે લોકેશનના કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. હવે તેના નિર્માતાએ પણ ફિલ્મના શૂટિંગ અંગે એક મોટી અપડેટ શેર કરી છે. ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું, 'અમે ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેના બે શૂટિંગ શેડ્યૂલ બાકી છે અને અમે તેને ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ.





















