(Source: ECI/ABP News/ABP Majha)
Parineeti Raghav Engagement: સીએમ કેજરીવાલે રાઘવ-પરિણીતીને સગાઈ પર આપ્યા અભિનંદન, કહ્યું- 'ખૂબસુરત જોડી'
Parineeti Chopra Raghav Chadha Engagement: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને તેમની સગાઈ માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટર પર તસવીરો પણ શેર કરી છે.
Parineeti Chopra Raghav Chadha Engagement: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ (Parineeti Chopra) શનિવારે (13 મે) ના રોજ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. સગાઈ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘણા મહેમાનોમાંના એક હતા. રિંગ સેરેમનીની તસવીર પોસ્ટ કરીને કેજરીવાલે કપલને તેમની નવી સફર શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ज़िंदगी के इस नए सफ़र की शुरुआत पर आप दोनों को बहुत-बहुत शुभकामनाएँ। ईश्वर आप दोनों को हमेशा खुश रखें। भगवान की बनाई आपकी ये ख़ूबसूरत जोड़ी सदा बनी रहे। https://t.co/4OBirh3QUd pic.twitter.com/Aa0OPzLXAA
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 13, 2023
કેજરીવાલે ટ્વીટ કર્યું, " ઈશ્વરે બનાવેલી આ તમારી સુંદર જોડી હંમેશા સુખી રહે." સગાઈની વિધિ શીખ રિવાજો અનુસાર કરવામાં આવી હતી.
જીવનની આ નવી સફરની શરૂઆત માટે તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન તમને બંનેને હંમેશા આશીર્વાદ આપે. ભગવાને બનાવેલી તમારી આ સુંદર જોડી કાયમ રહે.
પરિણીતી અને રાઘવે મેચિંગ આઉટફિટ્સ પહેર્યા હતા
પરિણીતી અને રાઘવે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં સગાઈ કરી લીધી. બંનેએ મેચિંગ વ્હાઈટ કલરના આઉટફિટ પહેર્યા હતા. અભિનેત્રીએ સફેદ કુર્તી પહેરી હતી, જેને મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી હતી. જ્યારે રાઘવ ચઢ્ઢાએ પવન સચદેવનું અચકન પહેર્યું હતું. દંપતીએ સમાન પોસ્ટ શેર કરીને તેમની સગાઈની જાહેરાત કરી હતી. પરિણીતીએ લખ્યું, ‘જેના માટે મે પ્રાર્થના કરી.. મે હા કહી દીધી.. વાહેગુરુજી મહેર કરે’ અને ચઢ્ઢાએ કેપ્શનમાં લખ્યું હતું તે બધુ જ જેના માટે મે પ્રાર્થના કરી હતી. તેમણે હા કહી દીધી.. વાહેગુરુજી મહેર કરે..
View this post on Instagram
સગાઈમાં દિગ્ગજ આગેવાનોએ આપી હાજરી
કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ, મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓએ બંનેની સગાઈ સમારોહમાં હાજરી આપી હતી. આ સાથે પંજાબના સીએમ અને AAP નેતા ભગવંત માન પણ નવી દિલ્હીના કપૂરથલા હાઉસ પહોંચ્યા હતા. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા પણ સગાઈમાં સજ્જ થઈને પહોંચી હતી.