શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના ક્યા અભિનેતાના ઘરમાં રેવ પાર્ટી પર પડ્યો દરોડો? 3 વિદેશી લલના, લાખોનું ડ્રગ્સ પકડાયું, 23 લોકો જેલભેગા
પોલીસે રેવ પાર્ટીમાંથી અભિનેતા કપિલ ઝવેરી તથા ત્રણ વિદેશી મહિલાઓ સહિત 23 લોકોની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જાણકારી આપી હતી કે, શનિવાર રાતે અંજુના પોલિસ સ્ટેશન અંતર્ગત વાગાટોર ગામમાં એક વિલામાં પાર્ટીમાં ચાલી રહી હતી
પણજીઃ ઉત્તરીય ગોવા જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચે શનિવારે મોડી રાત્રે એક રેવ પાર્ટી પર દરોડા પાડ્યા, જ્યાં કથિત રીતે ડ્રગ્સનુ સેવન કરવામાં આવી રહ્યુ હતુ. અહીંથી પોલીસે 3 વિદેશી મહિલાઓ સહિત 23 લોકોને પકડીને જેલભેગા કરી દીધા હતા. પોલીસે ઉત્તર ગોવાના વાગાટોર ગામમાં બોલિવૂડ અભિનેતા કપિલ ઝવેરીના વિલામાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા.
પોલીસે રેવ પાર્ટીમાંથી અભિનેતા કપિલ ઝવેરી તથા ત્રણ વિદેશી મહિલાઓ સહિત 23 લોકોની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જાણકારી આપી હતી કે, શનિવાર રાતે અંજુના પોલિસ સ્ટેશન અંતર્ગત વાગાટોર ગામમાં એક વિલામાં પાર્ટીમાં ચાલી રહી હતી. ત્યાંથી નવ લાખ રૂપિયાથી વધારે કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. પોલીસ અધીક્ષક શોભિત સકેસેનાએ કહ્યું ઝવેરી અને ત્રણ વિદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે જેમાથી બે મહિલાઓ રશિયાની છે અને એક મહિલા ચેક ગણરાજ્યની છે.
પોલીસે જણાવ્યુ કે, આ લોકોની સ્વાપક ઔષધિ અને મન:પ્રભાવી પદાર્થ (એનડીપીએસ) અધિનિયમ હેઠળ પ્રતિબંધિત પદાર્થ રાખવાના ગૂનામાં ધરપકડ કરવામાં આવી છે. સક્સેનાએ કહ્યું કે ઝવેરીએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે અને વર્તમાનમાં ગોવામાં રહે છે. તેમની કેટલીક ફિલ્મોમાં દિલ પરદેસી હો ગયા અને ઇશ્ક વિશ્ક સામેલ છે.
તેમણે કહ્યું કે પાર્ટીમાં હાજર અન્ય 19 લોકોને સામાજિક અંતરના નિયમોનું પાલન ન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આમાંના મોટાભાગના ઘરેલુ પર્યટક હતા જે રજાઓ માટે દરિયાકાંઠાના રાજ્યમાં આવ્યા હતા. ગોવાના પોલીસ મહાનિર્દેશક મુકેશકુમાર મીનાએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, “ગોવા પોલીસની ક્રાઈમ બ્રાંચે જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે ડ્રગ્સને બિલકુલ સહન ન કરવાની નીતિ રૂપે અંજુનામાં મોડી રાત્રે પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો.”
પલ્યેકરે ફેસબુક પર લખ્યું છે, “નિરીક્ષક સહિત અંજુના પોલીસ સ્ટેશનને સંપૂર્ણપણે બદલવાનો સમય આવી ગયો છે.” તેમણે કહ્યું કે, રાજ્યને સંપૂર્ણ સમયના ગૃહ પ્રધાનની જરૂર છે કારણ કે મુખ્યમંત્રી સાવંતનું સમગ્ર ધ્યાન ખાણકામ પરિવહન પર છે. લોબો (ભાજપના ધારાસભ્ય માઇકલ લોબો) ગૃહ પ્રધાન તરીકે વધુ સારી કામગીરી કરી શકે છે. “
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement