Adipurush Trailer Out: 'આદિપુરુષ' નું શાનદાર ટ્રેલર રિલીઝ, ભગવાન રામના અવતારમાં પ્રભાસને જોઈ રુંવાડા ઉભા થઈ જશે
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ઓમ રાઉતની ફિલ્મ "આદિપુરુષ" આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે.
Adipurush Trailer Out: સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ઓમ રાઉતની ફિલ્મ "આદિપુરુષ" આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ઘણા વિવાદોનો સામનો કરી ચૂકેલી આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મેકર્સે આજે ‘આદિપુરુષ’નું શાનદાર ટ્રેલર રિલીઝ કર્યું છે, જેને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલર ટી-સીરીઝના ઓફિશિયલ યુટ્યુબ એકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યું છે.
‘આદિપુરુષ’નું ટ્રેલર છે ખૂબ જ શાનદાર
ટ્રેલર શરૂ થતાંની સાથે જ રુંવાડા ઊભા થઈ જાય છે. ટ્રેલરની શરૂઆત મંગલ ભવન અમંગલહરીના બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી થાય છે. આ પછી, એક વોઈસ ઓવર સંભળાય છે જેમાં ભગવાન રામનો મહિમા વર્ણવવામાં આવે છે. ખૂબ જ શાનદાર દ્રશ્યો સાથે બેકગ્રાઉન્ડ વીઓમાં સંભળાય છે કે આ સ્ટોરી મારા ભગવાન શ્રી રામની છે. તેમની જે મનુષ્યમાંથી ભગવાન બન્યા. જેનું જીવન મર્યાદાનો ઉત્સઅને નામ હતું રાઘવ.
આ સાથે પ્રભાસ ભગવાન રામના રૂપમાં જોવા મળે છે, જે ખૂબ જ દામદાર લાગે છે. આ પછી વીઓ સાંભળવા મળે છે કે જેના ધર્મે અધર્મનો અહંકાર તોડ્યો, ગાથા એ રધુનંદનની. યુગ અને યુગાંતરથી આ સ્ટોરી છે એ જીવંત રામાયણની. ઓવરઓલ આદિપુરુષનું આ ટ્રેલર ખૂબ જ દમદાર છે. ટ્રેલરને લૉન્ચ થયાની 5 મિનિટમાં જ લાખો વ્યૂઝ મળ્યા હતા.
'આદિપુરુષ'નું ટ્રેલર રિલીઝ પહેલા જ લીક થઈ ગયું હતું
જો કે, ટ્રેલરની સત્તાવાર રજૂઆત પહેલા તે સોશિયલ મીડિયા પર પણ લીક થઈ ગયું હતું. હકીકતમાં નિર્માતાઓએ હૈદરાબાદમાં ટ્રેલરની સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવી હતી. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં એક ચાહકે ટ્રેલરના તેલુગુ વર્ઝનનો વીડિયો લીધો અને તેને સોશિયલ મીડિયા હેન્ડલ પર લીક કરી દીધો.
'આદિપુરુષ' ક્યારે રિલીઝ થશે
જણાવી દઈએ કે ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ'ને પહેલા ટીઝરમાં VFX અને CGI માટે ચાહકો દ્વારા ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. બાદમાં નિર્માતાઓએ જાહેરાત કરી કે તેઓ ફિલ્મના દ્રશ્યો પર કામ કરી રહ્યા છે, તેથી ટ્રેલર અને ફિલ્મના રિલીઝમાં વિલંબ થયો. આ ફિલ્મ હવે 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
'આદિપુરુષ'ની સ્ટારકાસ્ટ
'આદિપુરુષ'માં પ્રભાસ 'ભગવાન રામ'ના રોલમાં, કૃતિ સેનન 'માતા સીતા'ના રોલમાં અને સૈફ અલી ખાન 'રાવણ'ના રોલમાં જોવા મળશે. આ સિવાય અન્ય ઘણા કલાકારોએ 'આદિપુરુષ'માં સહાયક ભૂમિકાઓ ભજવી છે.