Priyanka Chopra Instagram Name: પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી પતિ નિક જોનાસનું નામ હટાવ્યું
પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી પતિ નિક જોનાસનું નામ હટાવ્યા પછી છૂટાછેડાની અફવાઓ ફેલાઈ છે.
પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી પતિ નિક જોનાસનું નામ હટાવ્યા પછી છૂટાછેડાની અફવાઓ ફેલાઈ છે. બોલિવૂડની 'દેશી ગર્લ' એ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો કારણ કે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર તેના નામમાંથી 'જોનાસ' કાઢી નાખ્યું છે. એવી અફવાઓ ફેલાઈ કે આ દંપતી વચ્ચે બધું બરાબર નથી.
આ પગલા બાદ અભિનેત્રીના ફેન્સે અનુમાન લગાવી રહ્યા છે કે તેણી અને નિક તેમના લગ્નના ત્રણ વર્ષ પછી છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે.
ડિસેમ્બર 2018 માં નિક જોનાસ સાથે લગ્નના બંધનમાં બંધાયા પછી, પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર જોનાસને તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાં ઉમેરીને તેનું નામ બદલી નાખ્યું હતું. જો કે, પ્રિયંકાના આ અચાનક પગલાએ તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે.
પ્રિયંકા કે તેની ટીમે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી કે આ બાબતે કંઈપણ કહ્યું નથી, પરંતુ અભિનેત્રીના આ અચાનક પગલાએ ચોક્કસપણે નેટીઝન્સમાં ચર્ચા જગાવી છે કે અભિનેત્રીએ તેનું નામ કેમ બદલ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)