Rashmika Mandana in Pushpa 2: શું પુષ્પા 2માં શ્રીવલ્લીનું મૃત્યું થશે? ફિલ્મના પ્રોડ્યુસરે આપ્યું આ મોટું અપડેટ
હાલ લોકો પુષ્પા ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, એવી વાતો પણ ચાલી રહી છે કે, પુષ્પા 2માં શ્રીવલ્લી મૃત્યુ પામશે.
Rashmika Mandana in Pushpa 2: ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા' વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હતી, જેણે લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું અને સાથે જ બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી હતી. હાલ લોકો પુષ્પા ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, એવી વાતો પણ ચાલી રહી છે કે, પુષ્પા 2માં રશ્મિકા મંદાનાનું પાત્ર એટલે કે શ્રીવલ્લી મૃત્યુ પામશે. આ વાત ઉપર હવે ફિલ્મના પ્રોડ્યુસર વાય રવિશંકરે વાત કરી છે.
શ્રીવલ્લીનું મૃત્યું થશે?
પિંકવિલા સાથે વાત કરતી વખતે પુષ્પાના પ્રોડ્યુસર વાય રવિશંકરે પુષ્પા 2 માં શ્રીવલ્લીનું મૃત્યુ થશે કે નહી તે અંગે મહત્વનું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું- 'આ બધુ બકવાસ છે, આ બધું માત્ર અનુમાન છે કારણ કે અત્યાર સુધી અમે વાર્તા સાંભળી છે. આ વાત ઘણી વેબસાઈટ અને ટીવી ચેનલો દ્વારા બતાવવામાં આવી રહી છે, પરંતુ કોઈને તેના વિશે કંઈ ખબર નથી, તેથી લોકો આવી વાતો પર વિશ્વાસ કરી લે છે. પરંતુ શ્રીવલ્લીનું મૃત્યુ થશે એ વાત માત્ર એક અફવા છે. આ સાથે પ્રોડ્યુશર રવિશંકરે એ વાતની પણ પુષ્ટિ કરી કે પુષ્પા 2 માં શ્રીવલ્લીનું પાત્ર ચોક્કસપણે હશે.
ફિલ્મનું શૂટિંગ આ મહિને શરૂ થશેઃ
આ ઈન્ટરવ્યુંમાં પુષ્પા 2ના પ્રોડ્યુસર વાય રવિશંકરે એ પણ જણાવ્યું કે, પુષ્પા 2નું શૂટિંગ ક્યારે શરૂ થશે? તેમણે કહ્યું- 'ફિલ્મની તૈયારી અત્યારે ચાલી રહી છે, અને આશા છે કે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે.'
આ પણ વાંચોઃ
Raksha Bandhan Trailer: 'રક્ષાબંધન'નું ટ્રેલર રીલીઝ, ભાઈ-બહેનના પ્રેમની સાથે જોવા મળી કોમેડી
IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની T20 સીરીઝમાં પણ કેપ્ટન બની શકે છે હાર્દિક પંડ્યા, જાણો સમીકરણ
BJP: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ ગામમાં ભાજપ નેતાના પ્રવેશ પર પ્રતિબંધના બોર્ડ લાગતા ફફડાટ