IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની T20 સીરીઝમાં પણ કેપ્ટન બની શકે છે હાર્દિક પંડ્યા, જાણો સમીકરણ
ભારતીય ક્રિકેટ ટીમનું એક ગ્રુપ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓનું ગ્રુપ પહોંચ્યું છે.
India vs England T20 Series: ભારતીય ક્રિકેટ ટીમનું એક ગ્રુપ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓનું ગ્રુપ પહોંચ્યું છે. આ ટીમમાં કેપ્ટન રોહિશ શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, જસપ્રીત બુમરાહ, રવિંદ્ર જાડેજા અને મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડીઓ છે. જ્યારે ઋષભ પંત, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ ક્રિષ્ના પણ આ ટીમનો ભાગ છે. ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસની શરુઆત 1 જુલાઈના રોજ રમાનારી ટેસ્ટ મેચથી થશે. આ ટેસ્ટ મેચ પછી 7 જુલાઈથી ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાશે. રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડ સામેની આ ટી20 સીરીઝમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હોઈ શકે છે.
TOIના અહેવાલ અનુસાર, આયરલેન્ડ સામેની બે મેચોની ટી20 સીરીઝ રમનારી ટીમ ઈન્ડિયા જ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની ટી20 સીરીજ રમશે. જો આવું થાય છે તો, આ વાતનો મતલબ છે કે, હાર્દિક પંડ્યા જ ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હોઈ શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોના હવાલાથી પોતાના અહેવાલમાં કહ્યું છે કે, રિશેડ્યૂલ્ડ થયેલી પાંચમી ટેસ્ટ 1 જુલાઈ થી 5 જુલાઈની વચ્ચે રમાશે. બીજી તરફ ત્રણ મેચોની ટી20 સીરીઝની શરુઆત 7 જુલાઈથી થશે. એવામાં ટેસ્ટ ટીમ મેચ પુરી થયા બાદ તરત ટી20 સીરીઝ રમી શકે તેવી સ્થિતિમાં નહી હોય. એવામાં જે ટીમને આયરલેન્ડ સીરીઝ માટે પસંદ કરવામાં આવી છે તે ટીમ ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ રમી શકે છે.
જો કે, ટીમના પસંદગી કર્તાઓએ અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત નથી કરી. તો ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચુકી છે.
ટેસ્ટ સીરીઝની 5મી ટેસ્ટઃ એજબેસ્ટનમાં 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે.
ટી20 સીરીઝનો કાર્યક્રમઃ
પહેલી ટી20: 7 જુલાઈ, એજેસ બાઉલ
બીજી ટી20: 9 જુલાઈ, એજબેસ્ટન
ત્રીજી ટી20: 10 જુલાઈ, ટ્રેંટ બ્રિજ
વનડે સીરીઝનો કાર્યક્રમઃ
પહેલી વનડેઃ 12 જુલાઈ, ઓવલ
બીજી વનડેઃ 14 જુલાઈ, લોર્ડ્સ
ત્રીજી વનડેઃ 17 જુલાઈ, મેંચેસ્ટર