Pushpa 2: કરોડો ફેન્સની આતુરતાનો આવ્યો અંત,પુષ્પા 2ની રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે અલ્લુ અર્જુન થિયેટર્સમાં મચાવશે ધમાલ
Pushpa 2 The Rule New Release Date અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ અગાઉ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ રીલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મની નવી રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
Pushpa 2 The Rule New Release Date: 2024ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. પરંતુ સમાચાર આવી રહ્યા હતા કે તેની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. હવે નિર્માતાઓએ પુષ્ટિ કરી છે કે ફિલ્મ પુષ્પા 2 આ સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થશે નહીં. ફિલ્મની નવી રિલીઝ ડેટ આવી ગઈ છે. આવી સ્થિતિમાં હવે જે ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેઓને આખરે તેની રિલીઝ ડેટ મળી ગઈ છે.
તમારે તમારા કેલેન્ડરમાં 'પુષ્પા 2: ધ રૂલ'ની રિલીઝ ડેટ નોંધવી પડશે. આ ફિલ્મ હવે 6 ડિસેમ્બર, 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. નિર્માતાઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી રિલીઝ તારીખની જાહેરાત કરી છે. આ સાથે તેણે ફિલ્મ મોકૂફ રાખવાનું કારણ પણ આપ્યું છે.
We intend to give you the best 🔥
— Pushpa (@PushpaMovie) June 17, 2024
The wait increases for a memorable experience on the big screens.#Pushpa2TheRule Grand release worldwide on 6th DECEMBER 2024 💥💥
His rule will be phenomenal. His rule will be unprecedented ❤️🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/3JYxXd2YgF
'પુષ્પા 2: ધ રૂલ'ને નવી રિલીઝ ડેટ મળી છે
ફિલ્મના સત્તાવાર એક્સ હેન્ડલ પર તેની રિલીઝ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની રિલીઝ ડેટ જણાવતા પુષ્પાના ઓફિશિયલ પેજ પર લખવામાં આવ્યું હતું કે, 'અમે તમને બેસ્ટ આપીશું. કેટલાક સારા અનુભવોની રાહ વધી છે જે તમને થિયેટરોમાં મળશે. પુષ્પા 2 ધ રૂલની ભવ્ય રજૂઆત હવે 6 ડિસેમ્બર 2024ના રોજ થશે. તેનું શાસન અદ્ભુત હશે. તેમનું શાસન પણ અભૂતપૂર્વ હશે.
પુષ્પા 2' છેલ્લા બે વર્ષથી મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે, જે સતત ચાર્ટમાં ટોચ પર જોવા મળી રહી છે. ફિલ્મની લોકપ્રિયતા ઉંચાઈઓને સ્પર્શી રહી છે, તેના ગીતો અને ટીઝર ઓર્ગેનીકલી 100 મિલિયન વ્યુઝને પાર કરી ચૂક્યા છે.
— Pushpa (@PushpaMovie) June 17, 2024
તાજેતરમાં, માસ જથરાનું ટીઝર, એનર્જેટિક 'પુષ્પા પુષ્પા' ટાઈટલ સોંગ અને રોમેન્ટિક ટ્રેક 'અંગારોં' યુટ્યુબ પર ખૂબ જ હિટ થયા છે. ઉપરાંત, તે બધા સૌથી લાંબા સમયથી ટોપ 10માં ટ્રેન્ડમાં જોવા મળે છે.
એટલું જ નહીં, આ એસેટ્સએ રિયલ યૂનિવર્સમાં જબરદસ્ત સફળતા પણ હાંસલ કરી છે, તેના પર મહત્તમ સંખ્યામાં યુઝર જનરેટેડ સામગ્રી બનાવવામાં આવી છે. આ ફિલ્મ પહેલા 15 ઓગસ્ટ, 2024ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ હવે વિચારણા બાદ ફિલ્મને 6 ડિસેમ્બર, 2024ની નવી રિલીઝ ડેટ આપવામાં આવી છે.
'પુષ્પા 2: ધ રૂલ'નું નિર્માણ Mythri Movie Makers અને Sukumar Writings સાથે મળીને કરવામાં આવ્યું છે, જ્યારે Maestro Sukumar એ તેનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મમાં આઇકોન સ્ટાર અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને વર્સેટાઇલ એક્ટર ફહાદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે.