Ram Lalla Pran Pratishtha: સલમાન ખાન, દીપિકા પાદુકોણથી લઇને શાહરૂખ ખાન સુધી, આ સેલેબ્સને નથી મળ્યું પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ
Ram Lalla Pran Pratishtha: અમિતાભ બચ્ચન, રજનીકાંત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ સહિત ઘણા કલાકારો અયોધ્યા પહોંચી ગયા છે
![Ram Lalla Pran Pratishtha: સલમાન ખાન, દીપિકા પાદુકોણથી લઇને શાહરૂખ ખાન સુધી, આ સેલેબ્સને નથી મળ્યું પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ Ram Lalla Pran Pratishtha: Shah Rukh Khan, Salman Khan, Ranveer-Deepika & more excluded from the guest list Ram Lalla Pran Pratishtha: સલમાન ખાન, દીપિકા પાદુકોણથી લઇને શાહરૂખ ખાન સુધી, આ સેલેબ્સને નથી મળ્યું પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2015/12/19182312/Salman-Shahrukh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ram Lalla Pran Pratishtha: જે દિવસની લોકો વર્ષોથી રાહ જોતા હતા તે દિવસ આજે આવી ગયો છે. આજે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થવા જઈ રહી છે. આ ફંક્શનમાં હાજરી આપવા માટે ઘણા મોટા નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સ પહોંચી રહ્યા છે. રાજકારણીઓથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી, દરેક જણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા માંગે છે. પરંતુ કેટલાક બોલિવૂડ સેલેબ્સ છે જેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. શાહરૂખ ખાનથી લઈને દીપિકા પાદુકોણ સુધી ઘણા એવા સેલેબ્સ છે જેમને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.
અમિતાભ બચ્ચન, રજનીકાંત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ સહિત ઘણા કલાકારો અયોધ્યા પહોંચી ગયા છે અને કેટલાક સ્ટાર્સ 21 જાન્યુઆરીએ જ ત્યાં પહોંચ્યા હતા. આ સેલેબ્સના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
શાહરૂખ ખાન-સલમાનને આમંત્રણ નહીં
ઈ-ટાઇમ્સના અહેવાલ મુજબ, શાહરૂખ ખાનને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. આ આમંત્રણ ન મોકલવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સલમાન ખાન પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ભાગ બની શકશે નહીં. તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. સલમાન ખાન સિવાય આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. દીપિકા-રણવીરની સાથે સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ તેમાં હાજરી આપશે નહીં.
કંગના રનૌત 21 જાન્યુઆરી, રવિવારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યા પહોંચી હતી. તેણે અયોધ્યામાં હનુમાન ગઢીમાં સફાઇ કરી હતી. કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કંગનાએ સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટા શેર કર્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)