'બ્રહ્માસ્ત્ર' માટે રણબીરે લીવર-કિડની સહિત બધુ આપી દીધું, ટ્રેલર રીલીઝ પહેલાં રણબીરે કર્યો ધડાકો, જુઓ વીડિયો
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની છેલ્લા 5 વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.
Ranbir Kapoor On Brahmastra: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની છેલ્લા 5 વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2017માં શરૂ થયું હતું અને લગભગ 5 વર્ષ પછી તે આખરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે, 15 જૂન 2022ના રોજ રીલિઝ થવા જઈ રહ્યું છે. તે પહેલાં, અભિનેતા રણબીર કપૂરે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, તે ટ્રેલરના પ્રતિસાદ માટે અંદરથી મરી રહ્યો છે.
રણબીર કપૂરે ઉત્સાહ વ્યક્ત કર્યોઃ
તમે જાણો છો કે રણબીર કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. આ સ્થિતિમાં તેણે 'બ્રહ્માસ્ત્ર'ના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી રણબીરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફિલ્મના ટ્રેલર માટે ઉત્સાહિત જોવા મળી રહ્યો છે. વીડિયોમાં રણબીરે કહ્યું કે, “આવતીકાલનો દિવસ મારા માટે ખાસ અને શાનદાર છે. આવતીકાલે 'બ્રહ્માસ્ત્ર ભાગ 1: શિવ'નું ટ્રેલર આવશે. હું જાણું છું કે તમે બધા લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છો અને હું પણ તમારા પ્રતિભાવોની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. હું ખરેખર અંદરથી મરી રહ્યો છું."
ફિલ્મને લીવર-કિડની બધુ આપ્યુંઃ રણબીર કપૂર
રણબીર કપૂરે એમ પણ કહ્યું કે આ ફિલ્મ માટે તેણે પોતાનું લોહી અને પરસેવો એકસાથે લગાવ્યો છે. તેણે કહ્યું, "મને ખબર નથી કે મને ફરી ક્યારેય બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મનો ભાગ બનવાની તક મળશે કે નહીં. અમે આ ફિલ્મ બનાવવા માટે અમારું લોહી, પરસેવો, સમય, હૃદય, આત્મા, લીવર, કિડની, બધું આપ્યું છે અને મને આશા છે કે, આ ફિલ્મ તમને ઉત્સાહિત અને આનંદિત કરશે. સાથે જ તમને છેલ્લી ઘડી સુધી જકડીને રાખશે. રણબીરે તેના ચાહકોને ટ્રેલર જોવા અને તેમની પ્રતિક્રિયા આપવા વિનંતી કરી હતી. તેણે એમ પણ કહ્યું કે, ભલે તે સોશિયલ મીડિયા પર નથી, પરંતુ તે દરેક કોમેન્ટ્સ વાંચશે અને તેનો જવાબ આપવાનો પ્રયાસ કરશે.
Ranbir is here to get you ready for Brahmāstra's trailer! 😍
— BRAHMĀSTRA (@BrahmastraFilm) June 14, 2022
Don't forget to comment with your Trailer reactions🤩🤩🤩
Trailer out tomorrow 💥💥#Brahmastra#RanbirKapoor @aliaa08 pic.twitter.com/kXiAVTCOyl