શોધખોળ કરો
Advertisement
હવે આ અભિનેત્રીએ કર્યો ચોંકવનારો ખુલાસો, કહ્યું- ડિપ્રેશનમાં છું કરી લઇશ આત્મહત્યા
રાનીએ સોશ્યલ મીડિયામાં શેર કરેલી પોતાની પૉસ્ટમાં તમામ વાતો જણાવી છે. તેને એટલે સુધી કહ્યુ છે કે તે ડિપ્રેશનમાં આવી ગઇ છે અને તે પોતાનો જીવ આપી દેશે
મુંબઇઃ બૉલીવુડના સ્ટાર એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનમા આવ્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. તેને થોડાક જ દિવસો થયા છે ત્યારે વધુ એક એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે, તેનો કોઇ શખ્સ છે જે વર્ષોથી પરેશાન કરી રહ્યો છે, અને તે કંટાળી ગઇ છે અને આત્મહત્યા કરી લેશે. આ એક્ટ્રેસ બીજી કોઇ નહીં પરંતુ ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જી છે.
રાનીએ સોશ્યલ મીડિયામાં શેર કરેલી પોતાની પૉસ્ટમાં તમામ વાતો જણાવી છે. તેને એટલે સુધી કહ્યુ છે કે તે ડિપ્રેશનમાં આવી ગઇ છે અને તે પોતાનો જીવ આપી દેશે. ઇન્સ્ટા પૉસ્ટમાં પોતાના નિવેદનની સાથે તેને તે શખ્સની પૉસ્ટની કટેલીક તસવીરો પણ શેર કરી છે, જેના પર તેને ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.
તેને પોતાના નિવેદનમાં લખ્યું હું હવે વધારે પડતી ડિસ્ટર્બ થઇ ચૂકી છુ, હંમેશા હુ સ્ટ્રૉન્ગ અને પૉઝિટીવ રહેવાની વાતો કરુ છુ પણ હવે નથી રહી શકતી. આ વ્યક્તિ કેટલાય વર્ષોથી મારા વિશે ફેસબુક પર ગંદી ગંદી વાતો લખી રહ્યો છે.
રાનીએ પોતાની પૉસ્ટમાં લખ્યું છે- હું જાડી છું, હુ ઘરડી છું કે કોઇ કામ કરુ છુ તો આ એટલી ગંદી વાતો લખે છે, લોકો મને આ બધુ મોકલે છે અને કહે છે કે ઇગ્નૉર કરો. હવે નથી થઇ શકતુ ઇગ્નૉર.
રાનીએ પોતાની આ હાલત માટે ધનંજય સિંહ નામના વ્યક્તિને જવાબદાર ગણાવ્યો છે. રાનીએ લખ્યું- મુંબઇ પોલીસ આ મારી રિક્વેસ્ટ છે. જો હું કંઇપણ કરી લઇશ તો તેની જવાબદારી ધનંજય સિંહની રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement