ભાજપના આ નેતાની પુત્રી અગ્નિપથ સ્કીમ અંતર્ગત જોડાશે આર્મીમાં, એકટર પિતા ગર્વથી થયા ગદગદ
Ishita Shukla Will Join Defence: ભોજપુરી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર રવિ કિશનની દીકરી ઈશિતા શુક્લા બહુ જલ્દી ડિફેન્સમાં જોડાવા જઈ રહી છે. અભિનેતાના ચાહકો આ સમાચારથી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
Ravi Kishan Daughter Ishita Shukla: ભોજપુરી સુપરસ્ટાર અને બીજેપી સાંસદ રવિ કિશનની ખુશી સાતમાં આસમાને છે. અભિનેતાની પુત્રી ઇશિતા શુક્લા જે ફક્ત 21 વર્ષની છે, તે ટૂંક જ સમયમાં ડિફેન્સ જોઇન કરવા જઈ રહી છે. અગ્નિપથ સ્કીમ અંતર્ગત રવી કિશનની દીકરી ટૂંક સમયમાં આર્મી જોઈન કરશે. જેને પગલે અભિનેતા ગર્વથી ગદગદિત જોવા મળી રહ્યા છે. સો કોઈને પોતાની દીકરીની મહેનત વિશે જણાવી રહ્યા છે. સાથે જ આ સમાચાર સાંભળીને અભિનેતાના ચાહકો ખુશ છે અને સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.
ઈશિતા અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણમાં જોડાશે
ઈશિતા શુક્લાની ડિફેન્સ જોઇન કરવાની જાણકારી સેલિબ્રિટી ફોટોગ્રાફર વરિન્દર ચાવલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ કરી આપી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે ભોજપુરી અભિનેતા રવી કિશનની 21 વર્ષની દીકરી ઈશિતા શુક્લા અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણ દળોમાં જોડાશે. હવે રવિ કિશનના ચાહકો આ પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને અભિનેતાને આ માટે શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.
मेरी बिटिया ईशिता शुक्ला ,आज सुबह बोली पापा I wanna b in #AgnipathRecruitmentScheme I said go ahead beta 🇮🇳 pic.twitter.com/BkxoOB81QQ
— Ravi Kishan (@ravikishann) June 15, 2022
રવિ કિશને પરેડમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી હતી
અભિનેતા રવી કિશનની દીકરી ઈશિતા શુક્લાએ આ ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લીધો હતો. આ માટે રવિ કિશને પોતાની ખુશી વ્યક્ત કરતા ટ્વીટ પણ કરી હતી. જેમાં તેણે લખ્યું છે કે મને મારી પુત્રી ઈશિતા પર ગર્વ છે.પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા માટે ઈશિતાએ ઘણી મહેનત કરી હતી. ઈશિતા માત્ર 21 વર્ષની છે. જે દેશની સેવા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
— Ravi Kishan (@ravikishann) June 28, 2023
રવિ કિશન ચાર બાળકોનો પિતા છે
જણાવી દઈએ કે ઈશિતા સિવાય રવિ કિશન ત્રણ બાળકો રિવા, તનિષ્ક અને સક્ષમના પિતા છે. જયા ઈશિતા સંરક્ષણમાં જોડાશે. ત્યાં રીવા તેના પિતાના પગલે ચાલીને અભિનય ક્ષેત્રે કરિયર બનાવવા જઈ રહી છે. આ માટે તેણે એક્ટિંગની ટ્રેનિંગ પણ લીધી છે. આ સાથે તે 1 વર્ષથી પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહના પ્લે ગ્રૂપનો પણ ભાગ છે.
— Ravi Kishan (@ravikishann) June 28, 2023