Rhea Chakrabortyએ તેમની ફ્રેન્ડના બર્થ ડે પર લખી એક ખાસ નોટ, જે પોસ્ટ ખૂબ થઇ રહી છે વાયરલ, જાણો શું લખ્યું હતું?
બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, તેમણે તેમની ફ્રેન્ડ નિધિના બર્થ ડે પર એક ખાસ નોટ લખી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.
![Rhea Chakrabortyએ તેમની ફ્રેન્ડના બર્થ ડે પર લખી એક ખાસ નોટ, જે પોસ્ટ ખૂબ થઇ રહી છે વાયરલ, જાણો શું લખ્યું હતું? Rhea Chakraborty writes a special note for nidhi parmar on her birthday Rhea Chakrabortyએ તેમની ફ્રેન્ડના બર્થ ડે પર લખી એક ખાસ નોટ, જે પોસ્ટ ખૂબ થઇ રહી છે વાયરલ, જાણો શું લખ્યું હતું?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/27/9281f4743c4856904b317ad76f7a75de_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. રવિવારે તેમણે ઇન્સ્ટા અકાઉન્ટ પર દોસ્ત નિધિ પરમારને બર્થ ડે વિશ કર્યું અને સાથ આપવા માટે ધન્યવાદ કહ્યું.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ એકટ્રેસ રિયા ચક્રવર્તી એક વખત ફરી વાપસીની કોશિશ કરી રહી છે. હાલ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવવ છે. રિયા ચક્રવર્તીએ હાલ તેમની મિત્ર નિધિ પરમારને બર્થ ડે વિશ કરતા એક સુંદર નોટ લખી છે.
રિયા ચક્રવર્તીએ નિધિની સાથે એક ફોટો શેર કરી છે. જેમાં બંને વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે.આ ફોટોમાં રિયાએ ટાઇગર પ્રિન્ટ આઉટફિટ પહેર્યું હતું. આ સાથે તેમના વાળ ખુલ્લા હતા. તેમજ નિધિ બ્લેક કલરના ટોપમાં જોવા મળી રહી હતી. રિયાએ ખૂબ પ્રેમથી તેમના ખભા પર હાથ મૂકેલો હતો. આ ફોટો સાથે રિયાએ લખ્યું, “દરેક મજબૂત મહિલાની પાછળ એક મજબૂત મહિલા હોય છે. જે હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરતી રહે છે. મારી તાકત અને પ્રેરકબળ બનવા માટે નિધિ થેન્ક્યૂ, હેપી બર્થ ડે સનસાઇન, આ સાથે તેમણે #નારીશક્તિ લખીને હાર્ટનું ઇમોજી શેર કર્યું હતું.
View this post on Instagram
રિયાની પોસ્ટ વાયરલ
રિયા ચક્રવર્તીની આ પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. આ પહેલા રિયા ચક્રવર્તીએ યોગ કરતી એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તે પહાડી વિસ્તારમાં બેઠેલી યોગ કરતી જોવા મળે છે. હીરા નંદાની ફિલ્મ ‘સાંડ કી આંખ’ની પ્રોડ્યૂસર છે. રિયા ચક્રવર્તી આ પહેલા ફિલ્મ ચેહેરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ક્રિસ્ટલ ડિસૂજા અને ઇમરાન હાશમી લીડ રોલમાં હતા. ફિલ્મ ચહેરામાં તેમના કામની ખૂબ પ્રશંસા થઇ હતી.
Cyclone Gulab: ચક્રવાતી તોફાન ગુલાબે મચાવી તબાહી, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)