R Madhavan IMDB: આર. માધવને બનાવ્યો રેકોર્ડ, સલમાન-શાખરુખને પણ પાછળ છોડ્યા
આર માધવન એક એવો એક્ટર છે જે પોતાની સુંદર અદાકારી માટે ઓળખવામાં આવે છે. તે જ્યારે પણ પડદા પર આવે છે, તો પોતાના રોલથી લોકોના દિલમાં વસી જાય છે.
R Madhavan IMDB Record: આર માધવન એક એવો એક્ટર છે જે પોતાની સુંદર અદાકારી માટે ઓળખવામાં આવે છે. તે જ્યારે પણ પડદા પર આવે છે, તો પોતાના રોલથી લોકોના દિલમાં વસી જાય છે. ભલે તે 'રહેના હૈ તેરે દિલ મેં' નો 'મેડી' હોય, '3 ઈડિયટ્સ'નો અબ્બા નહી માનેંગ વાળો 'ફરહાન' હોય, કે પછી હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'રોકેટ્રીનો 'નંબી નારાયણ' હોય. દરેક વખતે તેણે પોતાની એક્ટિંગતી લોકોનું દિલ જીત્યું છે. હવે માધવને સલમાન-શાહરુખ જેવા ઘણા મોટા દિગ્ગજ બોલીવુડ સ્ટાર્સને પાછળ છોડતાં પોતાના નામે એક નવો રેકોર્ડ (R Madhavan Record) બનાવ્યો છે.
આર માધવને આ રેકોર્ડ બનાવ્યો
આર માધવનની ત્રણ ફિલ્મો IMDb પર 'ટોપ રેટેડ ભારતીય મૂવીઝ'ની યાદીમાં સામેલ કરવામાં આવી છે. અને આ ત્રણેય ફિલ્મોએ ટોપ 10 (TOP 10 IMDB Indian Movies)માં સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં આર માધવનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ' (Rocketry: The Nambi Effect) નંબર 1 પર છે. તે જ સમયે, વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'અંબે શિવમ' (Anbe Sivam) બીજા નંબરે છે અને વર્ષ 2009માં આવેલી ફિલ્મ '3 ઈડિયટ્સ' (3 Idiots) ત્રીજા નંબર પર છે.
આ રેકોર્ડ બનાવનાર પ્રથમ અભિનેતા બન્યોઃ
આ રેકોર્ડ સાથે આર માધવને ઘણા મોટા કલાકારોને પાછળ છોડી દીધા છે. અને તે એવા પ્રથમ અભિનેતા બન્યા છે જેમની ત્રણ ફિલ્મો IMDbની ટોપ રેટેડ ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે અને તમામે ટોપ 10માં સ્થાન મેળવ્યું છે.
નામ્બી નારાયણના રોલમાં માધવનને પસંદ કરાયોઃ
1 જુલાઈના રોજ, ISROના વૈજ્ઞાનિક નામ્બી નારાયણ પર બનેલી ફિલ્મ 'રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ પાત્રમાં આર માધવનને લોકોએ ખૂબ પસંદ કર્યો. તો, થિયેટરમાં ધૂમ માચાવ્યા બાદ હવે આ ફિલ્મ OTT પર પણ આવી ગઈ છે.
આ પણ વાંચોઃ
Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત
Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક
Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ