શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસમાં દીકરીને આવ્યુ એનસીબીનુ તેડુ, પિતા પોતાની પત્ની સાથે ગામડે જવા નીકળ્યો, જાણો વિગતે
રિપોર્ટ પ્રમાણે, સૈફ અલી ખાન કરીના અને તૈમૂરને લઇને બુધવારે પોતાના પટૌડી પેલેસ પહોંચી ગયો છે, અને ફેમિલી સાથે ઓક્ટોબર સુધી અહીં જ રહેશે. મનાઇ રહ્યું છે સૈફ અને કરીના પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કર્યા બાદ ત્યાંથી પરત મુંબઇ આવશે
નવી દિલ્હીઃ બૉલીવુડમાં સુશાંતના મોત બાદ ડ્રગ્સનુ ભૂત ધૂણ્યુ છે. મોટા મોટા નામો ડ્રગ્સ કનેક્શન સાથે જોડાઇ રહ્યાં છે. આમાં એક નામ સારા અલી ખાનનુ પણ છે. એનસીબીએ તપાસને આગળ વધારવા માટે સારા અલી ખાનને સમન્સ મોકલ્યુ છે, અને પુછપરછ માટે બોલાવી છે. ત્યારે બીજા રિપોર્ટ મળી રહ્યાં છે કે સારાના પિતા સૈફ અલી ખાન પોતાની પત્ની કરીના કપૂર ખાન અને દીકરા તૈમૂર અલી ખાનને લઇને પોતાના ગામડામાં જતો રહ્યો છે.
રિપોર્ટ પ્રમાણે, સૈફ અલી ખાન કરીના અને તૈમૂરને લઇને બુધવારે પોતાના પટૌડી પેલેસ પહોંચી ગયો છે, અને ફેમિલી સાથે ઓક્ટોબર સુધી અહીં જ રહેશે. મનાઇ રહ્યું છે સૈફ અને કરીના પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કર્યા બાદ ત્યાંથી પરત મુંબઇ આવશે. કરીના કપૂર હાલ પ્રેગનન્ટ છે, અને પરિવાર સાથે એન્જૉય કરી રહી છે. વળી, બીજી બાજુ દીકરી સારા અલી ખાન ડ્રગ્સ કેસમાં એનસીબીના ચક્કરમાં ફસાઇ ચૂકી છે.
ડ્રગ્સ કેસમાં સારા અલી ખાનનુ નામ આવતા જ રજાઓ ગાળવા સૈફ અને કરીના પટૌડી પેલેસ ચાલ્યા ગયા છે. બીજીબાજુ સારા ગોવામાં મા અમૃતાની સાથે વેકેશન એન્જૉય કરી રહી છે, જોકે એનસીબીનુ સમન્સ આવતા જ સારાને મુંબઇ પરત આવવુ પડ્યુ છે.
તાજેતરમાંજ કરીના કપૂરે પોતાનો 40મો જન્મદિવસ બે દિવસ પહેલા જ મુંબઇમાં પોતાના માતા-પિતા અને આખા પરિવાર સાથે મનાવ્યો હતો, પહેલા આ જન્મદિવસ પણ પટૌડી પેલેસમાં જ મનાવવાની તૈયારીઓ હતી, પરંતુ ઘરેલુ કારણોસર તે શક્ય બની શક્યુ ન હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement