Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan: અભિનેતા સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે.
Saif Ali Khan: અભિનેતા સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એક વ્યક્તિએ કર્યો હતો જે તેના ઘરમાં ઘૂસી ગયો હતો. સૈફને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસી ગયો. તેણે અભિનેતા પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ઘાયલ થયા છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Bollywood actor Saif Ali Khan injured in knife attack by intruder at his house in Mumbai; hospitalised: Police
— Press Trust of India (@PTI_News) January 16, 2025
પોલીસના જણાવ્યા અનુસાર, બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના ઘરમાં ઘૂસી આવેલા ચોરોએ છરીથી હુમલો કર્યો છે. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બાંદ્રા ડીસીપીએ કહ્યું હતું કે, આ સત્ય છે, રાત્રે અઢી વાગ્યે સૈફ અલી ખાનના ઘરમાં ચોરી થઇ હતી. ચોર ઘરમાં ઘૂસ્યો હતો. સૈફ અલી ખાન પર એક ચોરે હુમલો કર્યો હતો. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, આ ઇજાઓ એટલી ગંભીર નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેમને છરીના ઘા મારવામાં આવ્યા છે કે લડાઈમાં ઈજા થઈ છે અથવા કોઇ અન્ય કારણોસર ઇજા પહોંચી છે.
નોંધનીય છે કે સૈફ અલી ખાનનો બાંદ્રામાં સતગુરુ શરણ બિલ્ડિંગમાં 3 બેડરૂમનો આલીશાન એપાર્ટમેન્ટ છે, જેમાં ટેરેસ, બાલ્કની અને સ્વિમિંગ પૂલ પણ છે. આમાં સૈફ કરીના કપૂર ખાન અને બાળકો તૈમૂર અને જેહ પણ તેમની સાથે રહે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. સૈફને હાથ અને પીઠ પર પણ ઈજા થઈ છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે અજાણ્યો વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસ્યો ત્યારે તેણે તેના ઘરના નોકર સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. જ્યારે સૈફ અલી ખાને અજાણ્યા વ્યક્તિને શાંત પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો.