Salman Khan Birthday: બર્થ-ડે પાર્ટીમાં સલમાન ખાને એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીને કરી કિસ, શું ફરી પ્રેમમાં પડ્યા ભાઇજાન?
સંગીતા બિજલાનીનું નામ ઘણા સમયથી સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલું છે.
Salman Khan-Sangeeta Bijlani: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મંગળવારે એટલે કે 27 ડિસેમ્બરે પોતાના જીવનના 57 વર્ષ પૂરા કર્યા છે. સલમાનના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોલિવૂડના તમામ ફિલ્મ સ્ટાર્સે ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સંગીતા બિજલાની પણ આ પાર્ટીનો ભાગ બની હતી. આ દરમિયાન સલમાન ખાન સંગીતા બિજલાનીને કિસ કરતો જોવા મળ્યો હતો.
Salman Khan's 57th birthday: 'Bhaijaan' cuts cake with paps, see pictures
— ANI Digital (@ani_digital) December 26, 2022
Read @ANI Story | https://t.co/F446VJlDGA#SalmanKhan #Bhaijaan #Bollywood #SalmanKhanBirthday #Trending #ArpitaKhan #AayushSharma #Birthday pic.twitter.com/HdkVVmktxC
સલમાન અને સંગીતા વચ્ચે નિકટતા
સંગીતા બિજલાનીનું નામ ઘણા સમયથી સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલું છે. આ દરમિયાન સલમાનના 57માં જન્મદિવસ પર સંગીતા પણ સલમાન સાથે જોવા મળી હતી. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતાને કાર સુધી બહાર મૂકવા આવ્યો છે. આ દરમિયાન સલમાન સંગીતાને ગળે લગાડતો અને કપાળ પર કિસ કરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
આ લેટેસ્ટ તસવીરો પરથી હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું સલમાન ખાન અને સંગીતા બિજલાની ફરી એકબીજાના પ્રેમમાં પડ્યા છે. બધે જ ચર્ચા છે કે કદાચ ભાઈજાન ફરીથી સંગીતાના પ્રેમમાં પડી ગયા છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સલમાન અને સંગીતા તાજેતરમાં જ સાથે દેખાયા હોય. આ પહેલા પણ સલમાન અને સંગીતાને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે.
સલમાન-સંગીતા લગ્ન કરવાના હતા પણ
સલમાન ખાન અને સંગીતા બિજલાની એક સમયે બી-ટાઉનનું સૌથી ફેવરિટ કપલ માનવામાં આવતું હતું. કહેવાય છે કે આ બંને વચ્ચેનો સંબંધ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો હતો. સલમાન ખાને પણ ફિલ્મ નિર્માતા કરણ જોહરના શોમાં કબૂલ્યું હતું કે તે સંગીતા બિજલાની સાથે લગ્ન કરવાનો હતો જેના માટે લગ્નના કાર્ડ પણ છપાયા હતા.
2022/12/27/4a7fc34e7b4b278fafa93033ccee1f24167210918613474_original.jpg" />
સમાચાર મુજબ, સલમાન અને સંગીતા વચ્ચેના અંતરનું કારણ અભિનેત્રી સોમી અલી હતી. કહેવાય છે કે સલમાન અને સોમીની વધતી નિકટતાને કારણે સલમાન અને સંગીતાનું બ્રેકઅપ થઈ ગયું હતું. જો કે હવે બંને ફરી એક બીજા સાથે જોવા મળી રહ્યા છે.