શોધખોળ કરો
Advertisement
સલમાન ખાનના ઘરમાં કોરોનાની એન્ટ્રી, એક્ટર ખુદ થયો ક્વૉરન્ટાઇન, જાણો કોને કોને લાગ્યો છે કોરોનાનો ચેપ
સલમાન ખાને તાજેતરમાં જ ફિલ્મ રાધેનુ શૂટિંગ શરૂ કર્યુ છે. ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ દિશા પટણી દેખાશે. આ બધાની વચ્ચે સલમાન ખાન બિગ બૉસ સિઝન 14ના હૉસ્ટ તરીકે કામ કરી રહ્યો છે
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરમાં કોરોનાએ એન્ટ્રી મારી દીધી છે. રિપોર્ટ પ્રમાણે સલમાન ખાને કોરોનાના કારણે ખુદને આઇસૉલેટ કરી દીધો છે. સલમાન ખાનના ડ્રાઇવર સહિત બે સ્ટાફ મેમ્બરને કોરોનાનો ચેપ લાગ્યો છે, અને તમામના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ સલમાન ખાન બિગ બૉસ 14ને હૉસ્ટ કરી રહ્યો છે, આવામાં કોરોનાથી શુ થશે.
સલમાન ખાને તાજેતરમાં જ ફિલ્મ રાધેનુ શૂટિંગ શરૂ કર્યુ છે. ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ દિશા પટણી દેખાશે. આ બધાની વચ્ચે સલમાન ખાન બિગ બૉસ સિઝન 14ના હૉસ્ટ તરીકે કામ કરી રહ્યો છે.
ખાસ વાત છે કે કેટલાય સેલેબ્સે કોરોનાની વચ્ચે છેલ્લા 2-3 મહિનાથી કામ શરૂ કરી દીધુ છે. કોરોના મહામારી અને લૉકડાઉના કારણે ફિલ્મોના શૂટિંગ પર બ્રેક લાગી ગયો હતો, કોરોનાનો ભય હજુ પણ યથાવત છે. આ માત્ર મનોરંજન જગત પર જ નહીં પરંતુ આખા દેશમાં કોરોના ફરી એકવાર પગ પસારી રહ્યો છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો હાલ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો 17 લાખને પાર કરી ચૂક્યા છે. અહીં કોરોનાના 17 લાખ 57 હજારથી વધુ કેસો છે, અને 46 હજાર 200 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement