શોધખોળ કરો
Advertisement
ICUમાં ભરતી અભિનેતા ફરાઝ ખાનની મદદ માટે આગળ આવ્યો સલમાન ખાન, ચૂકવી દીધુ હૉસ્પીટલનુ બધુ બિલ
આઇસીયુમાં મોત સામે ઝઝૂમી રહેલા મેહંદી એક્ટર ફરાઝ ખાનનુ તમામ બિલ સલમાન ખાને ચૂકવી દીધુ છે. આ જાણકારી કાશ્મીર શાહે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આપી છે
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અભિનેતા ફરાઝ ખાનની મદદ માટે આગળ આવ્યો છે. આઇસીયુમાં મોત સામે ઝઝૂમી રહેલા મેહંદી એક્ટર ફરાઝ ખાનનુ તમામ બિલ સલમાન ખાને ચૂકવી દીધુ છે. આ જાણકારી કાશ્મીર શાહે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. કાશ્મીર સલમાન સાથે દુલ્હન હમ લે જાયેંગે, કહી પ્યાર ના હો જાએ, જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ પહેલા પણ સલમાન ખાન એક્ટ્રેસના ઇલાજ માટે ખર્ચ ઉઠાવી ચૂક્યો છે.
કાશ્મીર શાહે સલમાન ખાનની તસવીર પૉસ્ટ કરતા લખ્યું- તમે સાચે મહાન માણસ છો, ફરાઝ ખાન અને તેના મેડિકલ બિલ્સનુ ધ્યાન રાખવા માટે આભાર. ફરેબ એક્ટર ફરાઝ ખાન ક્રિટિકલ કન્ડિશનમાં હતો, અને સલમાન તેની સાથે ઉભો રહ્યો, અને તેની મદદ કરી, જેમ કે તે કેટલાય મોટા લોકોની કરે છે. હું તમારી સાચી ફેન છુ, અને હંમેશા રહીશ. જો લોકોને આ પૉસ્ટ ના પસંદ આવે તો મને ફરક નથી પડતો. તમારી પાસે મને અનફોલો કરવાની ચોઇસ છે. મારુ માનવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલા લોકોને મળી છું તેમાંથી તે સાચો વ્યક્તિ છે.
વર્ષ 2001માં આવેલી ફિલ્મ દિલ ને ફિર યાદ કિયામા અભિનેતા ગોવિંદા અને 1998માં આવેલી રાની મુખર્જીની ફિલ્મ મેહંદીમાં કામ કરી ચૂકેલા અભિનેતા ફરાઝ ખાનની હાલત અત્યાર ખુબ ગંભીર છે. જેને લઇને અભિનેત્રી અને ડાયરેક્ટર પૂજા ભટ્ટે મદદ માટે સોશ્યલ મીડિયા પર અપીલ કરી છે.
ખરેખરમાં, કેટલાય ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા ફરાઝ ખાન છેલ્લા કેટલાય સમયથી બ્રેન ઇન્ફેક્શન અને નિમોનિયાથી પીડાઇ રહ્યો છે. સારવાર માટે તેને કર્ણાટકમાં બેંગ્લુરુની એક હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. જ્યાં તેની સારવારનો 25 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવવાની ગણતરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement