Mannat Name Plate Price: શાહરુખ ખાને પોતાના ઘર "મન્નત"ની નેમ પ્લેટ બદલી, નેમ પ્લેટની કિંમત છે લાખોમાં..
બોલીવુડના કિંગ શાહરુખ ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ પઠાન અને ડંકીને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે શાહરુખના ઘર મન્નતમાં થયેલા બદલાવને લઈને પણ હેડલાઈન બની રહી છે.

Mannat Name Plate Price: બોલીવુડના કિંગ શાહરુખ ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ પઠાન અને ડંકીને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે શાહરુખના ઘર મન્નતમાં થયેલા બદલાવને લઈને પણ હેડલાઈન બની રહી છે. થોડા દિવસ પહેલાં કિંગ ખાનના ઘર મન્નતની બહાર લાગેલી નેમ પ્લેટ બદલવામાં આવી હતી. શાહરુખના ઘરની આ નવી નેમ પ્લેટની ચર્ચા બધે થઈ રહી છે. હવે આ નેમ પ્લેટની કિંમતને લઈને માહિતી સામે આવી છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે, શાહરુખ ખાને પોતાના બંગલા બહાર જે નેમ પ્લેટ લગાવી છે તેની કિંમત લાખોમાં છે. રિપોર્ટ્સનું માનીએ તો કિંગ ખાનના બંગલાની નેમ પ્લેટની કિંમત 20 થી 25 લાખ રુપિયાની વચ્ચે છે. મન્નતની નેમ પ્લેટની ડિઝાઈન ગૌરી ખાનની દેખરેખમાં કરાઈ છે. ગૌરી ખાન પોતે પણ એક ઈંટીરિયર ડિઝાઈનર છે. જેથી નેમ પ્લેટની ડિઝાઈન પણ ગૌરીની મરજી પ્રમાણે બને તે સ્વાભાવિક છે.
New Nameplate🥺♥#ShahRukhKhan #Mannat pic.twitter.com/m3twdfLFNC
— Latif SRKian✨ (@LatifSrkian) April 22, 2022
તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાનના ઘર મન્નતની નેમ પ્લેટ પહેલીવાર નથી બદલાવામાં આવી. આ પહેલાં પણ ઘણી વખત મન્નતની નેમ પ્લેટ બદલવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર મન્નતની કુલ 4 નેમ પ્લેટોના ફોટો વાયરલ થઈ રહ્યા છે. હવે મન્નતની લેટેસ્ટ નેમ પ્લેટને પણ સોશિયલ મીડિયામાં ઘણો સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ
ZycovD COVID vaccine: 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને આ ગુજરાતી કંપનીમાં બનેલી રસી અપાશે, જાણો વિગત
"પાણી પણ ના આપ્યા"ના નવનીત રાણાના દાવાને મુંબઈ પોલીસ કમિશ્નરે વીડિયો શેર કરીને ફગાવ્યો, ચા પીતાં દેખાયાં સાંસદ
Kim Kardashian: પોતાના આ ફોટોના કારણે કેમ ટ્રોલ્સના નિશાના પર આવી કિમ કર્દાશિયન, જાણો સમગ્ર વિગત
...જ્યારે એલોન મસ્કે 2017માં પુછ્યું હતું - કેટલી છે ટ્વિટરની કિંમત? 1585 દિવસ બાદ વાયરલ થયું ટ્વીટ

