શોધખોળ કરો

Jawan Box Office Collection: એક વર્ષમાં Shah Rukh Khan ની બે ફિલ્મોએ સૌથી વધુ કમાણી કરી બનાવ્યો રેકોર્ડ!   

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એક પછી એક નવો ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મ કિંગ ખાન માટે વરદાનથી ઓછી નથી. 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Jawan Box Office Collection: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એક પછી એક નવો ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મ કિંગ ખાન માટે વરદાનથી ઓછી નથી. 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અગાઉ 'પઠાણ'એ પણ  ખૂબ જ શાનદાર કલેક્શન કર્યું હતું. જે બાદ હવે શાહરૂખ ખાનના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે.

આ વર્ષે કિંગ ખાનની બે ફિલ્મો રિલીઝ થઈ છે અને બંને ફિલ્મોએ સૌથી વધુ કમાણી કરનારનો ખિતાબ જીત્યો છે. આ સાથે શાહરૂખ ખાન એવો બીજો અભિનેતા બની ગયો છે જેની એક વર્ષમાં રિલીઝ થયેલી બે ફિલ્મોએ સૌથી વધુ કલેક્શન કર્યું છે. આ પહેલા આ રેકોર્ડ રાજ કપૂરના નામે હતો જેમની બે ફિલ્મો 'બરસાત' અને 'અંદાઝ'એ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરી રેકોર્ડ બનાવ્યો હતો. 

View this post on Instagram
 
A post shared by Red Chillies Entertainment (@redchilliesent)

તમને જણાવી દઈએ કે 'જવાન'એ અત્યાર સુધી ઘરેલુ બોક્સ ઓફિસ પર 584.32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન પણ 1043.21 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 'પઠાણ' વિશે વાત કરીએ તો, આ ફિલ્મ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. જેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર 540.51 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને વિશ્વભરમાં 1047 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે શાહરૂખ ખાનની બે ફિલ્મોએ મળીને એક વર્ષમાં વિશ્વભરમાં 2000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

રાજકપૂરની બરાબર પહોંચ્યો કિંગ ખાન!

'જવાન' અને 'પઠાણ'ના કલેક્શનથી શાહરૂખ ખાન દિવંગત પીઢ અભિનેતા રાજ કપૂરની બરાબરી પર આવી ગયો છે. 1949માં રાજ કપૂરની બે ફિલ્મો 'બરસાત' અને 'અંદાઝ' રિલીઝ થઈ હતી, જેણે એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરી હતી. આ રીતે રાજ કપૂર એક વર્ષમાં બે ઓલ ટાઈમ ગ્રોસર ફિલ્મો આપનાર પ્રથમ અભિનેતા બન્યા હતા.   

શાહરૂખે પોતાની જ બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ તોડ્યો

વર્ષ 2023 શાહરૂખ ખાન માટે ખૂબ જ લકી રહ્યું છે. જ્યારે તેની એક્શન થ્રિલર ફિલ્મ પઠાણ વર્ષની શરૂઆતમાં બ્લોક બસ્ટર રહી હતી, ત્યારે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ જવાન તેનાથી બે ડગલાં આગળ સાબિત થઈ છે. જવાને પણ તેની રિલીઝના 17માં દિવસે 545.58 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને પઠાણના 543.5 કરોડ રૂપિયાના આજીવન કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhavnagar News: શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો ધંધો કરતા બુટલેગરોની દાદાગીરીનો આરોપAhmedabad News । અમદાવાદના ગોમતીપુરમાં કબ્રસ્તાનમાં ગેરકાયદેસર રહેતા લોકોને દૂર કરવાનો વિવાદ વકર્યોજૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં પિતા-પુત્રની હત્યાથી ચકચારJunagadh News । જૂનાગઢના વંથલીના રવની ગામે પિતા-પુત્રની કરી દેવાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Gir Somnath: તાલાલા અને સાસણ ગીરમાં સતત ચોથા દિવસે ભૂકંપના ઝટકા, લોકોમાં ભયનો માહોલ
Gir Somnath: તાલાલા અને સાસણ ગીરમાં સતત ચોથા દિવસે ભૂકંપના ઝટકા, લોકોમાં ભયનો માહોલ
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Dividend Stocks: આ કંપનીઓએ રોકાણકારોના ભર્યા ખિસ્સા, તગડા ડિવિડન્ડની કરી જાહેરાત
Dividend Stocks: આ કંપનીઓએ રોકાણકારોના ભર્યા ખિસ્સા, તગડા ડિવિડન્ડની કરી જાહેરાત
Embed widget