Shah Rukh Khan: શાહરુખ ખાને સાઉથ સ્ટાર્સને કરી અપીલ, કહ્યું- 'આ વસ્તુ કરવાનું બંધ કરો'
Shah Rukh Khan Requests To South Stars: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તાજેતરમાં દુબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન, તેમણે સિનેમામાં તેમની 29 વર્ષની ભવ્ય સફરની ઉજવણી કરી.
![Shah Rukh Khan: શાહરુખ ખાને સાઉથ સ્ટાર્સને કરી અપીલ, કહ્યું- 'આ વસ્તુ કરવાનું બંધ કરો' shah-rukh-khan-requests-allu-arjun-prabhas-ram-charan-rajinikanth-to-stop-doing-fast-dance-moves-know-reason Shah Rukh Khan: શાહરુખ ખાને સાઉથ સ્ટાર્સને કરી અપીલ, કહ્યું- 'આ વસ્તુ કરવાનું બંધ કરો'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/f06f0b7c3bb8bcf46e223869b08dad321738174737685397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shah Rukh Khan Requests To South Stars: શાહરૂખ ખાન ફક્ત બોલિવૂડમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેમજ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે શાહરૂખના દરેક જગ્યાએ ફેન્સ છે અને હવે શાહરૂખ ખાને એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. દુબઈમાં યોજાનાર કાર્યક્રમમાં તેમણે પોતાના દક્ષિણ ભારતીય મિત્રોને એક ખાસ વિનંતી કરી છે જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ભારતના પ્રજાસત્તાક દિવસે સુપરસ્ટાર શાહરૂખ ખાને દુબઈના ગ્લોબલ વિલેજમાં સ્ટેજ પર સિનેમામાં પોતાના 29 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી. હવે, આ ઇવેન્ટમાંથી શાહરૂખે દક્ષિણના સુપરસ્ટાર્સને કરેલી વિનંતી ખૂબ વાયરલ થઈ રહી છે. શાહરૂખ ખાને દક્ષિણના કેટલાક મોટા સ્ટાર્સને પોતાના મિત્રો ગણાવ્યા અને તેમના ડાન્સ મૂવ્સ વિશે પણ વાત કરી અને તેમની મજાક ઉડાવી.
શાહરૂખ ખાને દક્ષિણના સ્ટાર્સને વિનંતી કરી
એક વીડિયોમાં શાહરૂખે પોતાના દક્ષિણ ચાહકોનો ઉલ્લેખ કરતા કહ્યું, 'મારા બધા ચાહકો જે દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, આંધ્ર, તેલંગાણા, તમિલનાડુના છે, ત્યાં મારા ઘણા મિત્રો છે. અલ્લુ અર્જુન, પ્રભાસ, રામ ચરણ, યશ, મહેશ બાબુ, થલાપતિ વિજય, રજનીકાંત અને કમલ હાસન. હું તેને વિનંતી કરું છું કે તે આવા ઝડપી ડાન્સ મૂવ્સ કરવાનું બંધ કરે કારણ કે મારા માટે આ મૂવ્સ કરવાનું મુશ્કેલ બની જાય છે.
Shah Rukh Khan said "Allu Arjun, Mahesh Babu, Prabhas, Ram Charan, Thalapathy Vijay, Yash, Rajinikanth sir, Kamal Haasan sir are my close friends from South India" 🫶 @iamsrk pic.twitter.com/cMoYfkzqjW
— sohom (@AwaaraHoon) January 28, 2025
શાહરુખ ખાન વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન છેલ્લે 2023 માં આવેલી ફિલ્મ 'ડંકી' માં જોવા મળ્યો હતો. હવે તે 'કિંગ' ફિલ્મમાં જોવા મળશે. આ એક્શનથી ભરપૂર ફિલ્મનું દિગ્દર્શન પઠાણના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે તેમની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે. શાહરુખના ફેન્સ તેમની આ આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જમાવી દઈએ કે, શાહરુખ આગળની ત્રણેય ફિલ્મ પઠાણ,જવાન અને ડંકી હીટ રહી હતી.
આ પણ વાંચો...
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)