યુએસના રાજદૂત એરિક ગાસેર્ટીનું Shah Rukh Khanએ મન્નતમાં કયુ સ્વાગત, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી વિશે કરી ચર્ચા
Shah Rukh Khan: બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાને પોતાના ઘરે મન્નતમાં અમેરિકાના નવા રાજદૂત એરિક ગાસેર્ટીનું પોતાની આગવી શૈલીમાં સ્વાગત કર્યું હતું.
Shah Rukh Khan Welcome Ambassador of USA: ભારતમાં અમેરિકાના નવા રાજદૂત એરિક ગાસેર્ટી ચર્ચામાં છે. ભારત આવ્યા પછી એરિક ગાસેર્ટી અનેક સેલિબ્રિટીઓને મળ્યા. આ દરમિયાન એરિક ગાસેર્ટી બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનને પણ તેમના ઘરે 'મન્નત'માં મળ્યા હતા. આ મીટિંગ પછી એરિક ગાસેર્ટી ખૂબ જ ખુશ દેખાતા હતા.
Is it time for my Bollywood debut? 😉 Had a wonderful chat with superstar @iamsrk at his residence Mannat, learning more about the film industry in Mumbai and discussing the huge cultural impact of Hollywood and Bollywood across the globe. #AmbExploresIndia pic.twitter.com/SLRQyhhn8C
— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) May 16, 2023
ટ્વિટર પર ફોટા શેર કર્યા
ટ્વિટર પર આ મીટિંગ શેર કરતા એરિક ગાસેર્ટીએ લખ્યું, 'શું મારા બોલિવૂડ ડેબ્યૂનો સમય આવી ગયો છે? સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે વાતચીત થઈ. આ દરમિયાન મેં બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે જાણ્યું અને મેં બોલિવૂડ અને હોલીવુડના તે પાસાઓ વિશે વાત કરી જેની સાંસ્કૃતિક અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી છે.
View this post on Instagram
શાહરુખ ખાન 'પઠાણ'માં જોવા મળ્યો હતો
શાહરૂખ ખાન તાજેતરમાં જ જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ સાથે બ્લોકબસ્ટર 'પઠાણ'માં જોવા મળ્યો છે. શાહરૂખની 'પઠાણ'એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દર્શકો આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર પણ જોઈ શકે છે. આ ફિલ્મના એક્શન સીન્સે ધૂમ મચાવી દીધી હતી.
View this post on Instagram
શાહરુખ ખાન વર્કફ્રન્ટ
આ દિવસોમાં શાહરૂખ ખાન તેની મોસ્ટ અવેટેડ ફિલ્મો 'જવાન' અને 'ડંકી'ની તૈયારીમાં વ્યસ્ત છે. એટલી 'જવાન'નું નિર્દેશન કરી રહ્યા છે. જ્યારે રાજકુમાર હિરાણી 'ડંકી'ના નિર્દેશક છે. તમને જણાવી દઈએ કે શાહરુખની સાથે 'જવાન'માં નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ લીડ રોલમાં જોવા મળશે. તાપસી પન્નુ તેની સાથે 'ડંકી'માં કામ કરી રહી છે.