શોધખોળ કરો
Advertisement
ટિકિટ ભૂલીને એરપોર્ટ પહોંચી ફેમસ એક્ટ્રેસ, ફિલ્મી અંદાજમાં દોડતો પહોંચ્યો બોયફ્રેન્ડ, જુઓ વીડિયો
મુંબઇ એરપોર્ટ પર ગુરૂવારે એવું દ્વશ્ય જોવા મળ્યું કે, લોકોને થોડો સમય માટે તો એવું લાગ્યું કે, ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે. જાણો શું છે સમગ્ર ઘટના
બોલિવૂડ: મુંબઇ એરપોર્ટ પર ગઇકાલે ગુરૂવારે એવી ઘટના બની કે, જોનારને થોડો સમય માટે તો એવું લાગ્યું કે, કોઇ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે. અભિનેત્રી શ્રૃતિ હસન મુંબઇ એરપોર્ટ પહોંચી બાદ ચેક ઇન સમયે તેમને જાણ થઇ કે, તે ટિકિટ તો ભૂલી ગઇ છે. પછી તો શું હતું. એરપોર્ટ પર તેમનો બોયફ્રેન્ડ દોડતો ટિકિટ લઇને પહોંચ્યો.
ગુરૂવારે શ્રુતિ હસનનો જન્મદિવસ પણ હતો. બર્થ ડે સેલિબ્રેશન બાદ તે બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે એરપોર્ટ પહોંચી
જો કે એરપોર્ટ પર પહોંચ્યાં બાદ શ્રૃતિને યાદ આવ્યું કે, ટિકિટ સાથે નથી લાવી. પછી તો શાંતનું ફટાફટ ગયો અને ટિકિટ લઇને ફરી દોડતો એરપોર્ટ પહોંચ્યો. પૈપારાજી વિરલ ભયાજી વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
શાંતનું જ્યારે ટિકિટ લઇને પહોંચ્યો તો શ્રૃતિએ તેમને હગ કરી લીધું અને ત્યારબાદ એરપોર્ટમાં એન્ટ્રી લીધી.
શ્રૃતિના લૂકની વાત કરીએ તો તે સમયે તેમણે સ્પોટ બ્લેક બ્રા અને શીયર ક્રોપ ટોપમાં જોવા મળી હતી. તેમણે ક્રોપ ટોપ સાથે Camouflage પેન્ટ કેરી કર્યું હતું. તેની સાથે માસ્ક પણ મેચિંગ કર્યું હતું.
શ્રૃતિ હસનનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની ફિલ્મ સલાર આવી રહી છે. જેમાં તે બાહુબલી ફેમ પ્રભાસ સાથે જોવા મળશે, શ્રૃતિએ લક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ફિલ્મ ‘દિલ તો બચ્ચા હૈ જી’, ‘રમૈયા વસ્તાવૈયા’ ‘વેલકમ બેક’ અને ‘ગબ્બર’ જેવી ફિલ્મમાં કામ કર્યું. બોલિવૂડમાં તો નહીં પરંતુ સાઉથ ફિલ્મોમાં શ્રૃતિ હસનને સારી સફળતા મળી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion