શોધખોળ કરો

Sidharth Kiara Wedding Live: સિદ્ધાર્થ- કિયારાની સંગીત સેરેમનીનો વીડિયો થયો વાયરલ, કપલે કર્યો જબરજસ્ત ડાન્સ

Sidharth Malhotra Kiara Advani Wedding Live: સિદ્ધાર્થ અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરશે. લગ્નના ફંક્શન કિયારા-સિદ્ધાર્થના ફંક્શન 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયા છે.

Sidharth Malhotra Kiara Advani Wedding Updates: બોલિવૂડ દંપતી સિદ્ધાર્થ અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરશે, જે ભારતમાં લગ્નના ટોચના સ્થળોમાંનું એક છે. પોતાના જીવનના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે કપલે રાજસ્થાનના સુંદર સૂર્યગઢ પેલેસની પસંદગી કરી છે. સિદ્ધાર્થ અને કિયારા 3 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરવા જઈ રહ્યા છે.

કિયારા સિડનું ખાસ મેનુ

કિયારા-સિદ્ધાર્થના લગ્નની જેમ જ ફૂડ મેનુ પણ ખાસ બનવાનું છે. લગ્નના મેનુમાં સ્વાદિષ્ટ સ્થાનિક વાનગીઓ જેમ કે દાલ બાટી ચુરમા અને બીજી ઘણી બધી વાનગીઓનો સમાવેશ થાય છે. આઠ પ્રકારના ચુરમા, પાંચ પ્રકારની બાટી અને વધુ સ્વાદિષ્ટ સ્થાનિક ભોજન પીરસવામાં આવશે. આ ઉપરાંત અવધી વિશેષ અને રોયલ રાજપૂતાના ખાવાની તૈયારીઓ કરવામાં આવશે. તેમજ રાજસ્થાની અને પંજાબી વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

કિયારા માટે ગીત ગાશે ભાઈ મિશાલ

કિયારા અડવાણીના ભાઈ મિશાલ અડવાણી તેમના સંગીત સમારોહમાં કપલ માટે એક ખાસ ગીત ગાશે. મિશાલ એક રેપર, સંગીતકાર અને સંગીત નિર્દેશક છે.

કિયારા-સિડનો ડાન્સ વીડિયો વાયરલ

સંગીત સેરેમની યોજાઇ જ્યાંથી એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કિયારા અને સિડની સંગીત સેરેમનીનો છે જેમાં કપલ મહેમાનો સાથે મ્યૂઝિકના તાલે ઝૂમી રહ્યું છે. તેમજ બંને એકબીજા સાથે પણ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આમાં કિયારા અડવાણી ચમકદાર લહેંગામાં અને સિદ્ધાર્થ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Sidharth-Kiara Net Worth: સિદ્ધાર્થ અને કિયારા પાસે છે કરોડોની સંપત્તિ, લગ્ન પછી આ કપલની આટલી થઈ જશે નેટવર્થ

Sidharth-Kiara Net Worth: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં જ પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ કપલ રાજસ્થાનમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. જોકે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના સંબંધોના સમયથી લગ્નના સમય સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે બંને સાત ફેરા કરવાના છે ત્યારે ચાલો જાણીએ કે લગ્ન પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની કેટલી પ્રોપર્ટી હશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ઈન્ડસ્ટ્રીના ટોચના સ્ટાર્સ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સમાંના એક છે. બંને સ્ટાર્સે પોતાની એક્ટિંગના દમ પર ઘણી કમાણી કરી છે. આ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ જાહેરાતોમાંથી કમાણી કરે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફિલ્મ માટે તગડી ફી વસૂલે છે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા એક ફિલ્મ માટે 7-8 કરોડ રૂપિયા લે છે, જ્યારે કિયારા અડવાણી એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા લે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જાહેરાતો માટે આટલો ચાર્જ લે છે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા એક બ્રાન્ડ માટે 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે કિયારા અડવાણી 2 થી 3 કરોડ રૂપિયા લે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની કુલ સંપત્તિ

સિદ્ધાર્થ મલ્હોત્રાની અત્યાર સુધીની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા છે. તો બીજી તરફ કિયારા અડવાણીની કુલ સંપત્તિ 23 કરોડ રૂપિયા છે. આ રીતે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની સંયુક્ત સંપત્તિ 103 કરોડ રૂપિયા થશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનું ઘર અને વાહનો

સિદ્ધાર્થ મલ્હોત્રાનું મુંબઈમાં આલિશાન ઘર છે અને તેની પાસે ખૂબ જ મોંઘા વાહનો છે. બીજી તરફ કિયારા અડવાણી પાસે ઘર અને મોંઘા વાહનો પણ છે. તે ખૂબ જ મોંઘી બ્રાન્ડનો ઉપયોગ કરે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના સંબંધો

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના સંબંધો અંગે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનું ફિલ્મી કરિયર

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના બોલિવૂડ કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 'શેર શાહ' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget